તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીની વધુ એક બેદરકારી:ઓનલાઇન પરીક્ષા આપી છતાં ગુજરાત યુનિવર્સિટીએ B.comની વિદ્યાર્થિનીને એક વિષયમાં ગેરહાજર બતાવીને નાપાસ કરાવી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • 13 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી સુધીમાં ધૃતિ એ તમામ પરીક્ષા ઓનલાઇન આપી હતી
  • વિદ્યાર્થિનીએ ઓનલાઈન પરીક્ષાનું પેપર સબમિટ કર્યુ ત્યારે થેંક યુનો મેસેજ પણ મળ્યો હતો

કોરોના ને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી માસમાં ઓફલાઈન પરીક્ષા સાથે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેથી કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા પસંદ કરીને પરીક્ષા આપી હતી. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે B.comની એક વિદ્યાર્થિનીને ગેરહાજર બતાવીને નાપાસ જાહેર કરવામાં આવી છે.

પરીક્ષા આપ્યા બાદ યુનિ.નો થેંક યુ મેસેજ પણ આવ્યો
ગત ફેબ્રુઆરી માસમાં ગુજરાત યુનિવર્સિટી બી. કોમના 5મા સેમેસ્ટરની પરીક્ષા લેવાઈ હતી જેનું પરિણામ આજે જાહેર થયું છે. પરિણામમાં ધૃતિ પટેલ નામની વિદ્યાર્થિનીને નાપાસ જાહેર કરવામાં આવી છે. 13 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી સુધીમાં ધૃતિ એ તમામ પરીક્ષા ઓનલાઇન આપી હતી અને પરીક્ષા આપ્યા બાદ જ્યારે સબમિટ કરાવ્યું ત્યારે યુનિવર્સિટી તરફથી થેંક યુનો જવાબ પણ મળ્યો હતો, પરંતુ જ્યારે પરિણામ આવ્યું છે તેમાં ધૃતિને સ્ટેટસ વિષયમાં ગેરહાજર બતાવવામાં આવી છે જેને કારણે તેને નાપાસ જાહેર કરવામાં આવી છે. અન્ય વિષયમાં પાસ હોવા છતાં એક વિષયમાં આ રીતે નાપાસ કરતા વિદ્યાર્થિની ચિંતામાં મુકાઈ છે.

પરીક્ષા નિયામક રજૂઆત આવશે તો ફરી પરિણામ આપવા કહ્યું
આ અંગે પરીક્ષા નિયામક કલ્પિન વોરાએ જણાવ્યું હતું કે, પરિણામ આવ્યું છે એ અમારા ધ્યાનમાં છે પરંતુ આ પ્રકારે કોઈ સમસ્યા આવી હોય તે ધ્યાનમાં નથી જેથી વિદ્યાર્થિની રજૂઆત આવશે તો ધ્યાન દોરીને ફરીથી પરિણામ આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓને મુશ્કેલી
યુનિવર્સિટીની બેદરકારીનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવું પડી રહ્યું છે. અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને આ પ્રકારે સમસ્યા થતાં વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. કેટલાક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા હોય કે ખાનગી નોકરી માટે તૈયારી કરતા હોય ત્યારે આવા કિસ્સાઓની વિદ્યાર્થીઓને મુશ્કેલી આવી રહી છે..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો