દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય લૉ યુનિવર્સિટી:ગોવામાં રૂ.100 કરોડના ખર્ચે BCI બનાવશે, 5 વર્ષનો કોર્ષ હશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દેશની પ્રથમ ઇન્ટરનેશનલ લો યુનિર્વસિટી ગોવામાં બનાવશે. ગોવા સરકાર દ્વારા બીસીઆઇને 50 એકર જમીન ફાળવવામાં આવી છે. જેમાં રૂ.100 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓ વાળું બિલ્ડિંગ બનાવશે. આ પ્રથમ ઇન્ટરનેશનલ લો કોલેજમાં 5 વર્ષનો કોર્સ છે. જેમાં 120 વિધાર્થીઓ શરૂઆતના તબક્કે રાખવામાં આવ્યા છે. જેમાં વિદેશના વિધાર્થીઓ માટે 20 ટકા સીટો ફાળવવામાં આવશે. આ યુનિર્વસિટીમાં મોક કોર્ટ તૈયાર કરાશે. તેમજ સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ નિષ્ણાંતોને તેમજ નિવૃત જજોને લેકચર અને તાલિમ આપવા બોલાવવામાં આવશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.100 કરોડના ખર્ચે દેશની પ્રથમ ઇન્ટર નેશનલ લો યુનિર્વસિટી બનાવી રહી છે. જેમાં અમેરિકા બાર એસોસિયેશન, ઇગ્લેન્ડ બાર એસોસિયેશન અને ઓસ્ટેલીયા બાર એસોસિયેશન સાથે કરાર કરવામાં આવ્યું છે.

દેશમાં ઇન્ટરનેશનલ યુનિર્વસિટી બની રહી હોવાથી હવેથી દેશના વિધાર્થીઓને લો નો અભ્યાસ કરવા વિદેશ જવું નહીં પડે. બીસીઆઇ દ્વારા 9 જુનના રોજ ગોવામાં એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં સુપ્રિમ કોર્ટના 3 જસ્ટીસ ગોવાના મુખ્યમંત્રી બીસીઆઇના 25 સભ્યો તથા દેશની તમામ બાર કાઉન્સિલના 5 સભ્યો અને તમામ હાઇકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ અને સેક્રેટરીને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...