ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલનો ચુકાદો:BCCIને IPLની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ નહીં, ગત વર્ષે 4000 કરોડ કમાણી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બોર્ડની કમાણીમાં 60% હિસ્સો લીગનો; IPLનો હેતુ પ્રોત્સાહન આપવાનો: બોર્ડ

દેશની સૌથી અમીર સ્પોર્ટ્સ સંસ્થા બીસીસીઆઇને ટેક્સ વિભાગ તરફથી મોટી જીત મળી છે. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)એ બીસીસીઆઇની એ દલીલને યોગ્ય ઠેરવી છે કે ભલે તે આઇપીએલના માધ્યમથી કમાણી કરી રહી છે પરંતુ તેનો ઉદેશ્ય ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે. તેથી આ ટૂર્નામેન્ટથી થયેલી ઇન્કમ ટેક્સ છૂટના વ્યાપમાં આવે છે. ITATએ બે નવેમ્બરે તેની પર ચુકાદો આપ્યો હતો. ​​​​​​​નોંધનીય છે કે બીસીસીઆઇની 60 ટકા આવક આઇપીએલના માધ્યમથી થાય છે.

2020માં આઇપીએલથી બોર્ડને 4000 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે 2019માં આ આંકડો 2500 કરોડનો હતો. રેવન્યૂ ડિપાર્ટમેન્ટે 2016-17માં બીસીસીઆઇને 3 કારણદર્શક નોટિસ ફટકારી હતી. તેમાં બોર્ડને પૂછવામાં આવ્યું હતું કે આઇપીએલથી થનારી કમાણી પર ઇન્કમટેક્સ કાયદાની કલમ 12-એ હેઠળ મળનારી છૂટ કેમ હટાવવી ન જોઈએ. તેની વિરુદ્ધ બીસીસીઆઇએ ITATના દરવાજા ખખડાવ્યા હતા જ્યાં બીસીસીઆઇના તરફેણમાં ચુકાદો આવ્યો.

ટ્રિબ્યુનલે કહ્યું કે જો કોઈ ટૂર્નામેન્ટને એવી રીતે આયોજિત કરવામાં આવે છે જેનાથી રમતને વધુ લોકપ્રિય બનાવી શકાય અને તેનાથી વધુ સ્પોન્સરશિપ અને સંસાધનો એકત્ર કરવામાં આવે, તો તેનાથી ક્રિકેટને લોકપ્રિય બનાવવાના મૂળ હેતુને ગુમાવી નથી દેવાતો. ઇન્કમટેક્સ વિભાગનું કહેવું હતું કે આઇપીએલમાં મનોરંજનનું પાસું જોડાયેલું છે. તેની સાથે જોડાયેલી ગતિવિધિઓ ટ્રેડ, કોર્મસ અને બિઝનેસના વ્યાપમાં છે. બીજી તરફ, બીસીસીઆઇનું કહેવું હતું કે તેની ગતિવિધિઓ ચેરિટેબલ છે. મુખ્ય હેતુ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે. આઇપીએલ આ વિચારને આગળ ધપાવે છે. તેનાથી આવનારાં નાણાંને ક્રિકેટના પ્રોત્સાહન પર ખર્ચ કરવામાં આવે છે.

આઈપીએલ થકી બીસીસીઆઈને ઘી-કેળાં
​​​​​​​આઇપીએલ દ્વારા બીસીસીઆઇને અંદાજે કુલ 18 હજાર કરોડથી વધારે કમાણી કરી છે. બીજી તરફ, બીસીસીઆઇએ 2018 સુધી કુલ રૂ. 3500 ટેક્સ પણ ભર્યો છે. એપ્રિલ 2008માં આઇપીએલની શરૂઆત થઇ હતી. 2021માં આઇપીએલની 14મી સિઝન ચાલી રહી છે.

વર્ષકમાણી
20204000 કરોડ
20192500 કરોડ
20171400 કરોડ
20151150 કરોડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...