તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બાવળાની રાધે હોસ્પિટલને જિ. પં. ઉપપ્રમુખે 10 લાખની ગ્રાન્ટ ફાળવી : DDOએ અટકાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નવનિયુકત સભ્ય ખુરશી સંભળાતા જ વિવાદમાં સપડાયા
  • ગ્રાન્ટ ખાનગી હોસ્પિટલને ન ફાળવી શકાય, તે નિયમ હેઠળ દરખાસ્ત રદ કરાઈ

જિલ્લા પંચાયતમાં ભાજપના નવનિયુકત ચૂંટાયેલા સભ્ય ખુરશી સંભળાતા જ વિવાદમાં સપડાયા છે. નવનિયુક્ત સભ્ય જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખનો હોદ્દો પર હજી થોડો સમય પણ કાઢયો નથી, ત્યાં પોતાની વાર્ષિક 10 લાખની ગ્રાન્ટ ખાનગી હોસ્પિટલને ફાળવી દીધી હતી. આ દરખાસ્ત ડીડીઓએ અટકાવી દેતા વિવાદ વકર્યો છે. બીજીતરફ વિવાદ અટકાવવા પ્રમુખે ટ્રસ્ટની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રને ગ્રાન્ટ આપવાની દરખાસ્ત મૂકી છે. જેને હજી સુધી મંજુરી અપાઇ નથી. કોરોનાની બિમારીએ ભંયકર સ્વરૂમ ધારણ કર્યુ છે. ભાજપના ચૂંટાયેલા સભ્યો પણ જનતાની વચ્ચે જતા ગભરાય છે.

પરંતુ સભ્યો પોતાની વાર્ષિક ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે ઉતાવળીયા થઇ ગયા છે. જિલ્લા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્ય અને ઉપપ્રમુખ તરીકે વરણી થયેલા રમેશ મકવાણાએ હજી ખુરશી સંભાળી છે ત્યાં તો લોક વિકાસના કામો કરવાના બદલે પોતાની વાર્ષિક ગ્રાન્ટ જિલ્લાની બાવળાની ખાનગી રાધે હોસ્પિટલને એક સાથે પૂરેપૂરી 10 લાખની ગ્રાન્ટ ફાળવી દેવાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત રજૂ થતાં જ ડીડીઓએ અટકાવી દીધી હતી. ડીડીઓ અરૂણ મહેશબાબુએ ઉપપ્રમુખને જાણ કરી કે, સરકારના નિયમ મુજબ સભ્યની ગ્રાન્ટ ખાનગી હોસ્પિટલને ફાળવી શકાય નહીં.

બીજીતરફ ઉપપ્રમુખ રમેશ મકવાણાએ વિવાદ અટકાવવા બાવળાની ટ્રસ્ટ સંચાલિત ત્રિમુર્તિ હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રને 10 લાખ ગ્રાન્ટ આપવા ડીડીઓ સમક્ષ ફરી દરખાસ્ત કરી હતી. જોકે હજી સુધી તેને પણ મંજુરી અપાઈ નથી. જેથી વિવાદ વકર્યો છે. ઉપપ્રમુખ રમેશ મકવાણે કહ્યું કે, કોઇ વિવાદ થયો નથી. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કહ્યું કે, ચૂંટણી બાદ ભાજપના સભ્યો લોકો વચ્ચે જતા નથી. પરંતુ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી મળતી વાર્ષિક ગ્રાન્ટ એક જ ખાનગી હોસ્પિટલને આપી પોતાનો સ્વાર્થ સેવી રહ્યા છે.

​​​​​​​જિલ્લામાં ચારેય તરફ કોરોના કેસો વધી રહ્યા છે, ત્યારે માત્ર એક જ ખાનગી હોસ્પિટલને પૂરેપૂરી ગ્રાન્ટ આપવાની શું જરૂર હતી ? જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટર જેવી સુવિધા નથી. આવી સુવિધા માટે ગ્રાન્ટ આપવાના બદલે ભાજપના સભ્યો ખાનગી હોસ્પિટલોને આપી ગ્રાન્ટનો દૂરઉપયોગ કરે છે. સભ્યને મળતી ગ્રાન્ટ માત્રને માત્ર પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોમાં વાપરવાની હોય છે. પરંતુ ભાજપના સભ્યો જેમફાવે તેમ ગ્રાન્ટ વાપરી દૂરઉપયોગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...