મુશ્કેલી:બાવળા ARTOમાં 10 દિવસથી નવા વાહનોના નંબરો જ પડયા નથી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુભાષબ્રિજના ARTO પાસે બા‌વળાનો પણ ચાર્જ છે
  • અરજદારોને વાહનના પુરાવા સહિત RC બૂક મેળવવામાં મુશ્કેલી

સુભાષબ્રિજ આરટીઓ હેઠળ આવેલી બાવળા એઆરટીઓ કચેરીમાં દસ દિવસથી નવા વાહનોમાં નંબરો જ પડ્યા નથી, બે હજારથી વધુ પેન્ડિંગ છે. નંબરો નહીં પડવાના લીધે અરજદારોને વાહનના પુરાવા સહિત આર.સી.બૂક મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સુભાષબ્રિજ ખાતે ફરજ બજાવતા એઆરટીઓ પાસે બા‌વળા એઆરટીઓનો પણ ચાર્જ છે. વાહન ડિલરોના પ્રતિનિધીઓએ કહ્યું કે, છેલ્લા દસ દિવસથી પેન્ડિંગ અરજીઓનો નિકાલ થતો નથી. હવે વાહનની નવી અરજીઓ સ્વિકારનું બંધ કરી દેવાયું છે.

બાવળા એઆરટીઓ હાર્દિક પટેલ પાસે બે ચાર્જ છે, બાવળા ઉપરાંત સુભાષબ્રિજ એઆરટીઓનો પણ ચાર્જ છે. છેલ્લી બદલીઓમાં પણ સરકાર તરફથી બાવળા એઆરટીઓની નિમણૂંક કરાઇ નથી. જેના લીધે બાવળા એઆરટીઓને અમદાવાદની અને બાવળાની આરટીઓ કચેરીમાં ફરજ બજાવી પડે છે. ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી પણ કરવી પડે છે.

બાવળામાં એઆરટીઓમાં માનીતા આસીસ્ટન્ટ ઇન્સ્પેકટરને નવા વાહનના પાસિંગની કામગીરી સોંપાઇ છે. કામગીરી સોંપવા સામે ડિલરોના પ્રતિનિધીઓને કોઇ વાંધો નથી. પરંતુ નવા વાહનની અરજીઓનો સમયસર નિકાલ નહીં કરાતા અને નવી અરજીઓ લેવાનું બંધ કરાતા ડિલિરોના પ્રતિનિધીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

બીજી તરફ વાહન માલિકો વાહનના પુરાવા મેળવવા વાહન ડિલરો પર દબાણ કરે છે. જેના લીધે વિવાદ વધુ વકર્યો છે. વહેલીતકે અરજીઓનો નિકાલ નહીં કરાય તો વાહન માલિકોએ વાહનવ્યવહાર વિભાગ સમક્ષ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...