દારૂ ઝડપાયો:​​​​​​​બાવળા પાસે તુફાન ગાડીમાં ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઈસમ ઝડપાયા, પોલીસે કુલ 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા પોલીસે બાતમીના આધારે વોચ રાખી આરોપીઓને ઝડપી પાડ્યા હતા

બાવળા પાસે એક ગાડીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવતો હોવાની બતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તુફાન કાર રોકી હતી. જેમાં આરોપીઓએ ગુપ્તખાનું બનાવીને દારૂ છુપાવ્યો હતો. હાલ આ પ્રકરણમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂ કોને મંગાવ્યો અને ક્યાં લઈ જવાય રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, પોલીસના માણસો બાવળા પો.સ્ટે વિસ્તારમાં ખાનગી રાહે પેટ્રોલીંગમાં હતા, બાતમી મળેલ કે તુફાનમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને તે ધોળકા તરફથી બાવળા બગોદરા તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે બાવળા ધોળકા રોડ ઉપર આવેલ પાણીના અવાડા નજીક રોડ ઉપર પોલીસના માણસો છુટા છવાયા વોચમાં ગોઠવાય ગઈ હતી.

સમય દરમ્યાન બાતમી હકીકત મુજબની ફોર્સ કંપનીની તુફાન ફોર વ્હિલ ગાડી આવતી જણાતા જેને ખાનગી ગાડીથી આડાસ કરી કોર્ડન કરી ગાડીને રોડની સાઇડમા ઉભી રખાવી ગાડીની અંદર તપાસ કરતા શીટ નીચે ગુપ્ત ખાતુ બનાવેલ જે ખાનામાં તપાસ કરતા તેમાથી બેગપાઇપર ડિલક્સ વિસ્કિની 750 મી.લી.ની કુલ 53 બોટલો કુલ રૂ.26,500 તથા આરોપીઓ પાસેથી 2 ફોન તેમજ બે સીમકાર્ડની સાથે એક તુફાન ગાડી સહિત રૂપિયાલા 4,36,500નો મુદ્દામાલના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યાવહિ કરવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...