હોળી ધુળેટીના તહેવારમાં અલગ અલગ જગ્યાએ અવનવી માન્યતાઓ હોય છે જેને વર્ષોથી પુરી કરી રહ્યા છે. આવી જ એક માન્યતા વર્ષોથી શહેરના સરસપુર વિસ્તારમાં થાય છે. જ્યાં અલગ અલગ પુરુષ રામાયણના પાત્રો બને છે જેમાં રાવણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ વખતે 5 જેટલા રાવણ સરસપુરમાં બન્યા હતા જેઓ લકડા અને દંડ લઈને નિકળ્યા હતા. જેમને સ્થાનિક લોકો રોકવા માટે સામ સામે યુદ્ધ જેવું માહોલ રચ્યો હતો. જે એક ધાર્મિક રિવાજ હોય છે.
રાવણ આસુરી શક્તિનું પ્રતીક બનીને બહાર નીકળે છે
અમદાવાદના સરસપુર વિસ્તારમાં દાયકાઓથી ચાલી આવતી પરંપરા આજે ફરીથી રામાયણની પ્રતિકૃતિ સર્જાઈ હતી. હોળી-ધુળેટીના દિવસે રાજ્યમાં જેમ અલગ અલગ રિવાજો છે તેમ દાયકાઓથી અહીંયા પુરુષો રામાયણના અલગ અલગ પાત્ર બને છે તેમજ રામાયણમાં સર્જાયેલા અલગ-અલગ દ્રશ્યને ભજવે છે. દર વખતે રિવાજ પ્રમાણે રાવણ આસુરી શક્તિનું પ્રતિક બનીને બહાર નીકળે છે. ત્યારે તેના પર કાબૂ મેળવવા સ્થાનિક લોકો તેને અલગ અલગ વસ્તુઓ વડે રોકવા પ્રયાસ કરે છે.
લાકડી-ડંડાથી લોકોએ રાવણને રોકવાનો પ્રયાસ કર્યો
અમદાવાદના સરસપુરના ઠાકોરવાસ પાછળ પેઢીઓથી દર ધુળેટીના દિવસે રાવણ બનવાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. જ્યાં એક નહીં પણ આ વખતે પાંચ રાવણ બન્યા હતા. તેઓ જ્યારે રસ્તા પર નીકળ્યા ત્યારે તેને રોકવા માટે વિસ્તારના લોકો ડંડા અને લાકડી વડે અને રોકવા પ્રયાસ કરી રહ્યા હતા. આ પરંપરામાં આ વખતે રાવણ બનેલા પ્રવીણ ઠાકોર જણાવ્યું હતું કે, મારા પિતા દાદા સમયથી ચાલી આવતી પરંપરા છે જે હું નિભાવીશ અને અમારી આગળની પેઢીઓ પણ આ પરંપરા નિભાવતી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.