તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેમિંગ ટ્રેન્ડ:બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા લૉન્ચ થઇ, 2.5 કરોડ યુવાનો પ્રિ-રજિસ્ટ્રેશનમાં જ જોડાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસો પહેલા જ પબ-જી ગેમ "બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા" નામે ફરીથી લૉન્ચ થઇ છે. સપ્ટેમ્બર 2020 સિક્યોરિટીના કારણે પબ-જી ભારતમાંથી બેન થઇ ત્યારે ભારતમાં 17.5 કરોડ યુઝર્સ હતા. બેન થયાના 1 વર્ષથી ઓછા સમયગાળામાં ગુગલ પર ગુજરાતમાંથી અંદાજે 2.5 કરોડ લોકોએ પબજી વિશે માહિતી લીધી હતી. ત્યારે સિટીભાસ્કરે આજ વાતને લઇન સિટીના ગેેમર્સ સાથે વાતચીત કરી હતી.

એપમાં થયેલા મુખ્ય ફેરફાર
1 એપ ડાઉનલોડ કરવા માટે 18 વર્ષની ઉંમર અને ઓટીપી વેલિડેશન ફરજિયાત બનાવાયુ છે.
2 એપનો બધો ડેટા ચીન ના બદલે કોરિયાની કંપની ક્રાફટન મેનેજ કરશે.
3 બેટલગ્રાઉન્ડ ઇન્ડિયાનું નેટવર્ક ભારત પૂરતુ સીમિત રહેતા વિદેશના મિત્રોને એડ નહી કરી શકાય
4 ગેમને સોફ્ટ બનાવવા બ્લડના કલરને પીળો કરવામાં આવ્યો છે અને કિલના બદલે ડિફિટેડ શબ્દ વાપરવામાં આવ્યો છે.

ભવિષ્યમાં ઈ-સ્પોર્ટસ પ્લેયર બનવાની ઈચ્છા છે
સ્ટડી અને રૂટિનમાંથી ફ્રી થઈને જે ટાઈમ મળે તે ગેમિંગ માટે ફાળવું છું. માઈન્ડ ફ્રેશ કરવા થોડા સમયનું ગેમિંગ એ મારા માટે રિફ્રેશમેન્ટનું કામ કરે છે. તેમજ ઈ-સ્પોર્ટ્સમાં રસ હોવાથી હું પબ-જી સિવાયની ઈ-ગેમિંગ પણ એક્સપ્લોર કરતો હોઉં છું. 2018થી પબજી રમી રહ્યો છું. ન્યૂ વર્ઝનમાં આવેલા નાના એવા ચેન્જિસ હવે એક્સપ્લોર કરીશ. > હર્ષિલ નાયક, પ્લેયર

ગેમિંગથી માઈન્ડ પ્રો-એક્ટિવિટી અને પ્રોડક્ટિવિટી વધે છે
હું 2018થી એક્ટિવલી પબજી રમું છું. તેમજ ક્યારેક ટૂર્નામેન્ટમાં પણ પાર્ટિસિપેન્ટ કરું છું. ગેમિંગ ત્યારે એડિક્શન બને જ્યારે રૂટિન લાઇફ ડિસ્ટર્બ કરીને સતત ગેમિંગમાં જ સમય પસાર થાય. હું ગેમિંગ માટે નક્કી સમય રાખું છું. મારું માનવું છે કે ગેમિંગથી પ્રોડક્ટિવિટી વધે છે.> સિદ્ધાર્થ ઠાકર, પ્લેયર

અન્ય સમાચારો પણ છે...