કમિટીનો નિર્ણય:ધોરણ 10માં બેઝિક-સ્ટાન્ડર્ડ ગણિત લેનારાને ડિપ્લોમામાં પ્રવેશ મળશે, નવા શૈક્ષણિક વર્ષથી જ અમલ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્ટાન્ડર્ડ ગણિત રાખનારાને ધો.11 સાયન્સમાં પ્રવેશ મળી રહેશે

ધોરણ 10માં બેઝિક કે સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2022-2023થી ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અપાશે. શિક્ષણ બોર્ડે ધોરણ 10ની માર્ચમાં યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સનો વિકલ્પ આપ્યો છે. ડિપ્લોમા પ્રવેશ કમિટીએ જણાવ્યું છે કે, સ્ટાન્ડર્ડ કે બેઝિક ગણિત પસંદ કરનારાને એકસરખા ગણવામાં આવશે.

ગુજરાતમાં થોડાક વર્ષો પહેલા ધોરણ 10 સાયન્સ અને કોમર્સ એમ બે વિકલ્પો અપાતા હતા. તે પછીથી તાજેતરમાં ધોરણ 10માં એક જ ગણિત ભણાવવાનુ નક્કી થયું હતું, તેવામાં અચાનક આ વર્ષથી ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે ગણિત રાખવાનું નક્કી કરાયું છે. ગણિત સ્ટાન્ડર્ડ રાખનારા વિદ્યાર્થીઓને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ આપવાનંુ નક્કી કરાયું છે.

ધોરણ 10 પાસ કરનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે વિશેષ છૂટછાટ આપવાનું નક્કી કરાયું છે. હવે ડિપ્લોમા ઈજનેરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેના નિયમોમાં છૂટછાટ આપવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે.

ડિપ્લોમા કોલેજોને સંખ્યા મળી રહેશે
બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં 2022-2023ના વર્ષમાં પ્રવેશ મળશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે. જેના લીધે બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને માટે એન્જિનિયરિંગનો રસ્તો ખુલ્લો રહેશે. ડિપ્લોમા ઈજનરી કોલેજોનુ અસ્તિત્વ પણ ટકી રહેશે.વાલીઓ અને વિદ્યાર્થીઓએ આવકાર્યો છે. - ડો. જીતુ ઉપાધ્યાય, ઈજનેરી કોલેજ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...