ધોરણ 10ના ગણિત બેઝિક વિષયનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા નિર્ધારિત ગુણભાર મુજબનું, પુસ્તક આધારિત હોવાથી વિદ્યાર્થીઓને અપેક્ષા કરતાં વધુ સરળ લાગ્યું હોવાનું નિષ્ણાતો કહે છે. વિષય નિષ્ણાત ધવલ મિસ્ત્રીના જણાવ્યા મુજબ, 80 માર્કના પ્રશ્નપત્રમાં કુલ 39 પ્રશ્ન પુછાયા હતા. તેમાં આંકડાશાસ્ત્ર, સંભાવના, સમાન્તર શ્રેણી, બહુપદી સહિતના કુલ 15 ચેપ્ટરને કેન્દ્રમાં રાખીને પુસ્તક આધારિત પ્રશ્નપત્ર પુછાયું હતું. વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે તેવંુ પેપર હતું. જ્યારે ધોરણ 12 અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર મધ્યમ કરતાં થોડુંક કઠીન ગણી શકાય તેવંુ હતું.
વિષય નિષ્ણાત રાજેન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, લખવાની પ્રેક્ટિસ ન ધરાવતા વિદ્યાર્થીઓનું સરેરાશ પાંચ માર્કનું પ્રશ્નપત્ર છૂટી ગયું હતું. અર્થશાસ્ત્ર જેવા થિયરીના વિષયોમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો (સેક્શન એ, બી) સારા માર્ક્સ મેળવવા ઉપયોગી સાબિત થતા હોય છે, પરંતુ પ્રશ્નપત્રમાં આ બંને સેક્શન વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. ખાસ કરીને પ્રશ્નપત્ર નંબર 4 ‘હાલના સમયમાં પ્રધાન મંત્રી જનધન યોજનાનંુ સંચાલન કોણ કરે છે? જવાબની સીધી સ્પષ્ટતા પાઠ્યપુસ્તકમાં નથી. આ પ્રશ્નપત્રમાં સેક્શન સી, ડી, ઈમાં કેટલાક અપેક્ષિત પ્રશ્નોને બદલે અમુક અલગ અલગ પ્રકારના પ્રશ્નો પુછાયા હોવાની લાગણી તેજસ્વી વિદ્યાર્થીઓને થઈ હતી.
ધો. 10ના વિદ્યાર્થી પાસેથી મોબાઇલ ફોન પકડાયો
શહેર ડીઈઓ હસ્તકની ધ ન્યૂ એજ સ્કૂલમાં શુક્રવારે બપોરે અર્થશાસ્ત્રની પરીક્ષામાં એક વિદ્યાર્થી પાસેથી મોબાઇલ મળતા કોપી કેસ નોંધાયો છે. ઉપરાંત સાબરમતી કન્યા વિદ્યાલયમાં પણ એક કોપી કેસ નોંધાયો છે. ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ સેશનમાં અમદાવાદ (શહેર), રાજકોટ, દાહોદ, પાટણમાં 1- 1 કોપી કેસ નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.