તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારો પછી કોરોનાના કેસોમાં વધારો થતાં હાહાકાર મચી ગયો છે. ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના 900 જેટલા દર્દીઓ હાલમાં સારવાર મેળવી રહ્યા છે, આ 900 દર્દીઓ વચ્ચે અત્યારે ફક્ત 4 જ ફિઝિયોથેરાપિસ્ટ છે. આટલી મોટી સંખ્યામાં ચાર ડોક્ટરો કઈ રીતે દર્દીઓને સેવા આપી શકે તે મોટો સવાલ છે, સરકાર પણ હાથ ઉપર હાથ મૂકીને બેસી રહી છે અને ભરતી કરતી નથી, તેવો સૂર સિવિલના કેટલાક તબીબોએ વ્યક્ત કર્યો છે. કોવિડના માહોલમાં તાત્કાલિક ફિઝિયોથેરાપિસ્ટની સેવા લેવી જોઈએ તેવી માગણી ઊઠી છે.
ICUમાં રહેલાં દર્દીઓને ફિઝિયોથેરાપિસ્ટને જાતે જઈ કસરત કરાવવી પડે છે
કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ ઓક્સિજન પર નથી તેમને ગ્રૂપમાં ફિઝિયોથેરાપી અપાય છે, પરંતુ ICUમાં રહેતાં દર્દીઓ માટે પ્રત્યેક ફિઝિયોથેરાપિસ્ટને જાતે જઈ કસરત કરાવવી પડે છે. આમ મોટી સંખ્યામાં દાખલ દર્દીઓને માત્ર ચાર ડોક્ટરો પહોંચી વળે તેમ નથી. તબીબો માને છે કે, ફિઝિયોથેરેપીથી દર્દીઓને શ્વાસની તકલીફમાં લાભ થાય છે. એટલું જ નહિ પરંતુ દુઃખાવામાં પણ થેરેપી અસરકારક છે. બ્લડ સર્કયુલેશનને પણ થેરેપીની કસરત સરળ બનાવે છે.સિવિલમાં આવેલી ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જુદી જુદી સરકારી હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટને ઓનલાઈન તાલીમ અપાઈ હતી, જેમાં કોરોના દર્દીઓ માટે કઈ કઈ કસરત અસરકારક છે તે બતાવાયું હતું.
અમદાવાદમાં સતત 15મા દિવસે 300થી વધુ નવા કેસ, 338ને ડિસ્ચાર્જ કર્યા
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોના ફરીવાર આતંક મચાવી રહ્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં સતત 15મા દિવસે 300થી વધુ એટલે કે 332 કેસ નોંધાયા છે અને 338 દર્દી સાજા થયા છે. જ્યારે 9 દર્દીના મોત થયા છે. 3 ડિસેમ્બરથી સાંજથી 4 ડિસેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 298 અને જિલ્લામાં 24 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 13 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 338 અને જિલ્લામાં 24 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 51,393 થયો છે. જ્યારે 45,173 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,087 થયો છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.