તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bapunagar's Hirawadi Becomes A Haven For 700 Exotic Birds, The Result Of Planting More Than 300 Trees In 3 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇલ્ડ લાઇફ:બાપુનગરનું હીરાવાડી બન્યું 700 વિદેશી પક્ષીઓનું આશ્રય સ્થાન, 3 વર્ષમાં 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું પરિણામ

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે અને ગ્રીનરીનું પ્રમાણ ઓછું હોવાથી યાયાવર પક્ષીઓ શહેરી વિસ્તારોમાં વધુ જોવા નથી મળતા. ત્યારે બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં સ્થાનિક યુવાનોએ છેલ્લાં ત્રણ વર્ષમાં 300 કરતા પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ વૃક્ષોનું યોગ્ય જતન કરવાથી આ વર્ષે શિયાળાની સિઝનમાં 700 કરતા પણ વધુ વિદેશી પક્ષીઓનું આશ્રય સ્થાન બન્યું છે. જેમાં આફ્રિકન ક્રેન અને વ્હાઇટ વાગટેઇલ પક્ષીઓ 700 કરતા પણ વધુ સંખ્યામાં અહીં આવ્યાં છે. છેલ્લા 3 વર્ષથી શિયાળાની ઋતુમાં અહીં પક્ષીઓ આવે છે. વાઇલ્ડ લાઇફ ગ્રૂપના મનીષ પંચાલ, મૌલિક ઠુંમર અને અંકિત દ્વારા પક્ષીઓના રહેણાંક વૃક્ષોની દેખરેખ કરીએ છીએ.

આજુબાજુના લોકોને પક્ષીઓના રક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે સમજાવ્યાં
આ અમારા તમામ લોકોના 3 વર્ષના પ્રયાસથી થયું છે. અમે ઇન્ડસ્ટ્રી તેમજ આસપાસના લોકોને પણ આ પક્ષીઓના રક્ષણ માટે સમજાવ્યાં છે. ઉત્તરાયણ સમયે આ પક્ષીઓની સંખ્યા ઓછી થઇ ગઇ હતી. પણ અત્યારે 700ની સંખ્યામાં પક્ષીઓ અહીં રહે છે. -મહેશ પટેલ, વાઇલ્ડ લાઇફ ગ્રૂપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો