તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બઉ...કરી..:કોરોનાકાળમાં નેતાઓ પ્રસિદ્ધિ મેળવવાનું ચૂકતા નથી, બાપુનગર યુથ કોંગ્રેસના પ્રમુખે ફૂડપેકેટ પર પોતાના ફોટાવાળા સ્ટીકર લગાવી લોકોને આપ્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતમંદ લોકોને ફૂડપેકેટ આપતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફોટો સેશન કરી પ્રસિદ્ધિ મેળવવાનું ચૂકતા નથી.

કોરોનાની મહામારી દરમ્યાન અનેક લોકો કોરોના સંક્રમિત થતા દર્દી અને તેમના પરિવારજનોને ભોજન પહોંચાડવાનું કામ રાજકીય નેતાઓએ શરૂ કર્યું હતું. ભાજપના નેતાઓએ સિવિલ હોસ્પિટલ તેમજ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ફૂડપેકેટ આપવાની કામગીરી કરી હતી.

યુથ કોંગ્રેસના નેતા જયમન શર્માના સ્ટીકર લાગ્યાં
નેતાઓએ ફૂડપેકેટ આપી અને ફોટો સેશન કર્યા હતા. જેમાં હવે ભાજપના નેતાઓ બાદ યુથ કોંગ્રેસના નેતાએ પણ કોરોનામાં હોમ આઇસોલેશનમાં રહેલા પરિવારને ફૂડપેકેટ આપવાનું શરૂ કર્યું છે. બાપુનગર યુથ કોંગ્રેસના નેતા જયમન શર્મા દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને જે ફૂડપેકેટ આપવામાં આવી રહ્યાં છે તેના પર પોતાના ફોટોવાળા સ્ટીકર લગાડી અને વહેચણી કરી રહ્યા છે.

ફૂડપેકેટમાં પોતાના ફોટોવાળા સ્ટીકર લગાડી અને વહેચણી
ફૂડપેકેટમાં પોતાના ફોટોવાળા સ્ટીકર લગાડી અને વહેચણી

ફૂડપેકેટના નામ પર પોતાના નામની પ્રસિદ્ધિ
કોરોનાકાળમાં માનવતાના ધોરણે જેને મદદ કરવી હોય તેમણે પોતાની પ્રસિદ્ધિ કરવાની કે જાહેરાત કરવાની જરૂર નથી હોતી. જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડપેકેટ આપી મદદ કરી હોય તો ફોટો સેશન કે પોતાના નામ સાથે ફૂડપેકેટ આપવાની જરૂર નથી હોતી પરંતુ ભાજપના નેતાઓ બાદ હવે યુથ કોંગ્રેસના નેતાઓ પણ હવે ફૂડપેકેટના નામ પર પોતાના નામની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે.

કોરોના કાળમાં નેતાઓએ લોકોની મદદના નામે પોતાની પ્રસિદ્ધિ કરવાનું ચુક્યા નથી.
કોરોના કાળમાં નેતાઓએ લોકોની મદદના નામે પોતાની પ્રસિદ્ધિ કરવાનું ચુક્યા નથી.

પેકેટ પર પોતાના ફોટા સાથેના સ્ટીકર લગાવ્યાં
બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ જયમન શર્મા દ્વારા બાપુનગર વિસ્તારમાં હોમ આઇસોલેશનમાં રહેલા લોકોને આપવામાં આવતા ફૂડપેકેટ પેકેટ પર પોતાના ફોટા સાથેના સ્ટીકર લગાવ્યા છે. કોરોના કાળમાં નેતાઓએ લોકોની મદદના નામે પોતાની પ્રસિદ્ધિ કરવાનું ચુક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...