તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બાપુનગર, નિકોલ જતા આવતું ઠક્કરબાપાનગર સર્કલ વર્ષોથી દબાણો અને ભૂવાને લીધે બદનામ છે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે પરનાં મહત્ત્વનાં સર્કલ પર ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક જામ થાય છે
  • રોજના 1 લાખથી વધુ વાહનચાલકો આ સર્કલ પર આવતાં અટવાય છે
  • આ સર્કલ દબાણો અને ભૂવાઓને કારણે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યું છે

ઠક્કરબાપા નગર સર્કલ પૂર્વનું મહત્વનું સર્કલ છે જ્યાંથી એક તરફ બાપુનગર અને બીજી બાજુ નિકોલ તરફ જવાય છે. તો નરોડા અને નારોલ તરફ અવર જવર કરતા વાહનોની સંખ્યા પણ એક લાખને પાર છે. આ મહત્વનું સર્કલ સ્થાનિક દબાણો અને ભૂવાઓ પડતા સવારે અને સાંજે વાહનચાલકો માટે પસાર થવા માથાના દુખાવા સમાન બન્યું છે. એક તરફ ઓવરબ્રિજ નીચે વાહનોનો ખડકલો અને બીજી તરફ સર્કલ પર ચારેય તરફ ખાણીપીણીનો ધંધો કરવા માટે આવતા લોકો. જેને લઈને સાંજે અવર-જવર માટે બહુ ઓછી જગ્યા રહે છે. વળી બ્રિજ નીચે વારંવાર ખોદકામ કરી દેવાય છે. તેથી પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્માર્ટ સિટીમાં દબાણો, ટ્રાફિક ના હોવા જોઇએ
જે શહેરને સ્માર્ટ સીટી કહેતા હોઈએ ત્યાં દબાણો અને ટ્રાફિકની સમસ્યા જ ના હોવી જોઈએ. ઠક્કરબાપા નગર સર્કલ પર વર્ષોથી દબાણો છે. સ્થાનિક લારી ગલ્લાવાળાઓ અને રીક્ષાઓ રસ્તા વચ્ચે જ પેસેન્જર માટે ઉભા રહેતા સામાન્ય નાગરિકને અવર જવરમાં તકલીફ પડે છે. દબાણ ખાતાની ગાડી આવે તો ટેમ્પરરી બધા ઉઠી જાય અને પછી જેસે થે જેવી પરિસ્થિતિ જ જોવા મળે છે. નજીકમાં જ AMTSનું સ્ટેન્ડ છે જે ટ્રાફિકને લઈને દેખાતું જ નથી. -સિદ્ધાર્થ ભટ્ટ, સ્થાનિક

વર્ષો જૂની સમસ્યા છે પણ ઉકેલ નથી આવતો
નારોડાથી નિકોલ તરફ અવાર નવાર જઈએ ત્યારે ઠક્કરબાપા નગર સર્કલ આવે એટલે આસ પાસના દબાણોને લઈને વાહન ધીમું કરવું જ પડે છે. આ નેશનલ હાઇવે છે અને આ રોડ પર આમ જોઈએ તો દબાણો અને ભુવા ના હોવા જોઈએ.તેમ છતાં તંત્રની બેદરકારીને લઈને વર્ષો જૂની આ સમસ્યાનો કોઈ અંત આવતો નથી. જ્યારે સ્થાનિકો દબાણોની ફરિયાદ કરવા જાય ત્યારે કામચલાઉ ઉકેલ આવે પણ કોઇ કાયમી ઉકેલ આવતો નથી. -સુરેખા સિસોદિયા, વાહનચાલક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો