તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકોનો આક્રોશ:બાપુનગર, વાહનોના ટોઈંગથી હેરાન છે સ્થાનિકો, ગલીઓમાં જઈને પણ ઉઠાવી લેવાય છે ટુ-વ્હિલર્સ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બાપુનગર ચારરસ્તા પાસે ફોર વ્હિલરની આ લાઈન છે. અહીં કોઈ કહેનાર નથી કે કોઈ ટોઈંગવાન મેમો આપવા આવતી નથી. - Divya Bhaskar
બાપુનગર ચારરસ્તા પાસે ફોર વ્હિલરની આ લાઈન છે. અહીં કોઈ કહેનાર નથી કે કોઈ ટોઈંગવાન મેમો આપવા આવતી નથી.
 • ટોઈંગવાનને ટુવ્હિલર દેખાય છે અને ફોર વ્હિલર નથી દેખાતાં
 • નેતાઓની કારને લૉક કરવામાં આંખ આડા કાન કરે છે
 • અયોગ્ય રીતે રોજના 500 જેટલાં વાહનો ટોઇંગ કરીને લઇ જવાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

શહેરનાં બાપુનગરમાં વાહનોના પાર્કિંગને લઈને ભારે સમસ્યા છે. ટ્રાફિક પોલીસના વાહનોના ટોઈંગને લઈને સ્થાનિકોમાં આક્રોશ છે. તેમાં પણ હાલ ઈલેક્શનને લઈને ઈન્ડિયા કોલોની તેમજ બાપુનગર ચારરસ્તાની આસપાસ એક તરફ મોટાં વાહનો ગમે ત્યાં પાર્ક થઈ રહ્યાં છે, તેને ટોઈંગવાન અડતી પણ નથી અને આંખઆડા કાન કરે છે તો બીજી તરફ ટુવ્હિલર તેમજ બીજા વાહનોને ટોઈંગવાન પળવારમાં લઈ જાય છે. સ્થાનિકો અનુસાર માત્ર બાપુનગર ચારરસ્તા તેમજ આસપાસમાંથી રોજના 500થી વધારે વાહનોને ટોઈંગવાન લઈ જાય છે.

કોઈને નડે નહીં તેમ વાહનો મૂકીએ તો પણ ટોઈંગવાન વાહનો ઉઠાવી જાય છે
હું બાપુનગરમાં બેંકમાં જોબ કરૂ છું. અહીં 2 મીનીટ માટે પણ પાણીની બોટલ લેવા જઈએ તેટલી વારમાં ટોઈંગવાન ટુવ્હિલરને લઈ જાય છે. કોઈને નડે નહીં તેમ વાહનો મૂકીએ તો પણ આ સમસ્યા છે. બીજી તરફ ફોર વ્હિલરને કોઈ અડતું પણ નથી કેમ કે ચૂંટણી આવે છે એટલે આ વાહનો નેતાઓના હોય એટલે તેમને કંઈ ન થાય. ગલીની અંદર પણ બીજી ગલી હોય ત્યાંથી પણ વાહનો લઈ જાય છે અને 750 રૂપિયાનો દંડ કરે છે. -ગજરાજસિંહ ચૌહાણ,બાપુનગર

કાયદો બધા માટે સમાન હોવો જોઈએ નહીં કે કોઈ એક ચોક્કસ કેટેગરી માટે
અમદાવાદમાં બાપુનગર સહિત વસ્ત્રાલ અને હાટકેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. જો કે દુ:ખની વાત છે કે ટોઈંગવાનને માત્ર ટુવ્હિલર જ દેખાય છે અને 750નો મેમો અપાય છે. બાકી ફોર વ્હિલર ભલે જાહેર રસ્તાર પર કે સર્વિસ રોડ પર હોય પણ તેમનો ખાસ મેમો અપાતા નથી. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ નહીં કે કોઈ એક કેટેગરી માટે. ક્યારેક વાહન અંદરની સાઈડ હોય તેમ છતાં વાહનને ટો કરી લેવાય છે. -પરેશ ભિકડીયા,બાપુનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો