તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી બેંકો બંધ રહેશે, પ્રેગ્નન્ટ મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીનાં કોરોનાથી મોત, રાજ્યમાં 2220 નવા કેસ

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર!

સુરતના હઝીરા બંદરથી દીવ વચ્ચે આજથી ક્રૂઝ સેવા શરૂ થશે, 300 મુસાફરો એક ટ્રિપમાં પ્રવાસ કરી શકશે. શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે.

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ50,136.58+1128.08
ડોલરરૂ.73.38+0.70
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ46,200-500

આ 4 ઘટના પર રહેશે નજર
1) નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી બેંકો બંધ રહેશે, બેંકિગ કામકાજ નહીં થઈ શકે.
2) સુરતના હઝીરા બંદરથી દીવ વચ્ચે આજથી ક્રૂઝ સેવા શરૂ થશે, 300 મુસાફરો એક ટ્રિપમાં પ્રવાસ કરી શકશે
3) શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે.
4) રાજકોટમાં આજથી સરકારી કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) પ્રેગ્નન્ટ મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીનાં કોરોનાથી મોત, રાજ્યમાં 2220 નવા કેસ
રાજ્યમાં સતત ચોથા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા છે, જ્યારે 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોનાં મોત થયાં છે. આમ, સાડાત્રણ મહિના બાદ 10 દર્દીનાં મોત થયાં છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે તેમજ એક પ્રેગ્નન્ટ મહિલા અધિકારી સહિત 3 અધિકારીનાં કોરોનાથી મોત થયાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરતમાં મહિલાને મોતને ઘાટ ઉતારનાર અતુલ વેકરિયાએ દારૂ પીધો હોવાની પુષ્ટિ, ગમે ત્યારે ધરપકડ થશે
સુરત શહેરમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા નશાની હાલતમાં કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારી હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. અતુલ વેકરિયાના પ્રાથમિક રિપોર્ટમાં દારૂ પીધો હોવાની સ્પષ્ટતા થઇ છે. પરિણામે, તેની સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કલમ 185 પણ ઉમેરવામાં આવશે. પહેલાં સામાન્ય ગુનાઓને કારણે અતુલને જામીન મળી ગયા હતા. જોકે હવે કલમ 185નો ઉમેરો થયા બાદ જામીન રદ થશે અને અતુલની ધરપકડ થશે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદ સહિત રાજ્યનાં 4 મહાનગરમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્, રાજ્ય સરકારની જાહેરાત
રાજ્ય સરકારે 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 15 એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે, એ પણ આગામી 15 એપ્રિલ-2021 સુધી યથાવત્ ચાલુ રાખવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

4) કરણીસેનાના વિવાદ વચ્ચે રિવાબાએ કહ્યું- તલવાર અને બંદૂકને બદલે પુરુષો જમીને થાળી ઉપાડશે તો પુરુષત્વ ઘટી નહિ જાય
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ જામનગરના મોટી લાખેણી ગામમાં મહિલાઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે પુરુષો સાવરણી પકડે તો એમાં દરબારીપણું જતું ન રહે. આ નિવેદનથી કરણીસેનાએ વિવાદ સર્જ્યો છે, જેના જવાબમાં રિવાબાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તલવાર અને બંદૂકને બદલે પુરુષો જમીને પોતાની થાળી ઉપાડશે તો પુરુષત્વ ઘટી નહિ જાય.
વાંચો સમાચાર વિગતવાર

5) પતિએ પત્નીના પૂર્વ પ્રેમીને બોલાવી દારૂ પીવડાવી હત્યા કરી, પેટ્રોલ નાખી સળગાવી દફનાવી દીધો હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં બે દિવસ પહેલાં થયેલા ફિલ્મ જેવા હત્યાકેસને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમી આધારે ઉધના રેલવે-ટ્રેક પાસેથી દફનાવાયેલો એક મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવક સહિત સગીરની ધરપકડ કરી છે. અનિલ બાગલે નામના આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે પત્નીને પૂર્વ પ્રેમી અજય મોરે રંજાડતો હતો, જેથી તેને બોલાવી સાથે દારૂ પીવડાવી નશામાં ચૂર કર્યો હતો. ત્યાર બાદ ચપ્પુના ઘા મારી હત્યા કરી પેટ્રોલ નાખી સળગાવીને દાટી દીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો