રાજ્યની બેન્કોમાં ડિપોઝિટ્સનો આંકડો 10.04 લાખ કરોડ થઇ ગયો છે. દેશમાં બેન્ક ડિપોઝિટ્સનો આંકડો 10 લાખ કરોડ કરનાર ગુજરાત સાતમું રાજ્ય છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠકના એજન્ડાને આધારે જોઈએ તો બેન્ક થાપણોમાં ગુજરાત વસતીની દૃષ્ટિએ દેશમાં નવમું સ્થાન ધરાવે છે. મહારાષ્ટ્ર 31 લાખ કરોડ ડિપોઝિટ સાથે દેશમાં બીજાક્રમે છે. ઉત્તર પ્રદેશ 13.82 લાખ કરોડની ડિપોઝીટો સાથે વસતીની દૃષ્ટિએ દેશમાં પહેલા ક્રમે છે. રાજ્યમાં માર્ચથી સપ્ટેમ્બર 2022 સુધી ડિપોઝિટમાં 34421 કરોડનો વધારો થયો છે.
હાલમાં બેન્કો દ્વારા અપાયેલી 7.87 લાખ કરોડની વિવિધ લોન ચાલી રહી છે. જેમાંથી 42760 કરોડ એટલે કે 5.42 ટકા NPA (નોન-પરફોમિંગ એસેટ્સ) છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની તાજેતરમાં મીટિંગમાં આ વિગતો બહાર આવી હતી. નોન પ્રાયોરિટી સેક્ટરમાં NPAનું પ્રમાણ વધારે છે. કમિટીએ બેન્કોને સૂચન પણ કર્યું હતું કે, એન.પી.એ.ના આંકડાઓ બાબતે સચોટ રહે જેથી સાચું ચિત્ર ખ્યાલ આવે.
SLBCમાં ખાસ એ બાબત બહાર આવી હતી કે ડિફોલ્ટરોની પ્રોપર્ટી અંગેના SARFAESI એક્ટમાં વિવિધ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે વિવિધ બેન્કોની મળીને રૂ. 1048 કરોડને આવરી લેતી 3335 અરજીઓ પેન્ડિંગ છે. આ અરજીઓમાં રૂ. 851 કરોડની 2861 અરજીઓ બે મહિના કરતાં પણ વધારે સમયથી પેન્ડિંગ છે. રૂ. 443 કરોડના 844 કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ થયા બાદ પણ બેન્કોને પઝેશન આપવાનું બાકી છે.
31 લાખ કરોડ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે, ઉત્તર પ્રદેશ પહેલા ક્રમે | ||
રાજ્ય | ડિપોઝિટ | વસતીની દૃષ્ટિએ ક્રમ |
મહારાષ્ટ્ર | 31.74 લાખ કરોડ | 2 |
દિલ્હી | 13.84 લાખ કરોડ | 19 |
ઉત્તરપ્રદેશ | 13.82 લાખ કરોડ | 1 |
કર્ણાટક | 12.87 લાખ કરોડ | 8 |
તમિલનાડુ | 10.89 લાખ કરોડ | 6 |
પ.બંગાળ | 10.46 લાખ કરોડ | 4 |
ગુજરાત | 10.04 લાખ કરોડ | 9 |
(સ્રોત- વિવિધ રાજ્યોની સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની મીટિંગ્સના એજન્ડાના આધારે) |
કૃષિ લોનમાં 6605 કરોડ તો હાઉસિંગ લોનમાં1774 કરોડ NPA | |||
વિગત | આઉટસ્ટેન્ડિંગ | એનપીએ | ટકા |
પ્રાયોરિટી સેક્ટર | 3.92 લાખ કરોડ | 17174 કરોડ | 4.38 |
નોન-પ્રાયોરિટી સેક્ટર | 3.94 લાખ કરોડ | 25486 કરોડ | 6.45 |
કુલ | 7.87 લાખ કરોડ | 42660 કરોડ | 5.42 |
કૃષિ લોન | 1.09 લાખ કરોડ | 6605 કરોડ | 6.06 |
હાઉસિંગ લોન | 1.51 લાખ કરોડ | 1774 કરોડ | 1.17 |
એજ્યુકેશન લોન | 3497 કરોડ | 47 કરોડ | 1.34 |
આ ચાર જિલ્લાઓમાં કેસ પણ વધારે અને રકમ પણ | ||
જિલ્લો | SARFAESI કેસ પેન્ડિંગ | રકમ |
સુરત | 1025 | 296 કરોડ |
વડોદરા | 729 | 138.60 કરોડ |
અમદાવાદ | 287 | 98.40 કરોડ |
રાજકોટ | 158 | 91.21 કરોડ |
રાજ્ય કુલ | 3335 | 1048 કરોડ |
શું છે SARFAESI એક્ટ? : SARFAESI એક્ટના સેક્શન 14 પ્રમાણે, ડિફોૅલ્ટરની પ્રોપર્ટી અટેચ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની સહાયની જરૂર પડે છે જેથી જલદી કાર્યવાહી થઇ શકે. SARFAESI એક્ટ ( સિક્યુરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ) મુજબ, બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓને છૂટ મળે છે કે તેઓ લોન ડિફોલ્ટરની રહેણાંક કે કોમર્શિયલ મિલકત ટાંચમાં લઇ લોન રીકવર કરી શકે. અરજીઓ પેન્ડિંગ હોવાથી ડિફૉલ્ટર મિલકતોનો ચાર્જ લઇ શકાતો નથી. SLBC મીટિંગમાં 60 દિવસથી વધુ સમયના પેન્ડિંગ કેસોના નિકાલ માટે જિલ્લા કલેક્ટરને સૂચન કરવા વિનંતી કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.