તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Banks Closed Due To Festivals, Ban On All Types Of Gatherings In Gujarat, Including Religious political, Only 50 People Can Attend Weddings

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:તહેવારોને કારણે બેંકો બંધ, ગુજરાતમાં ધાર્મિક-રાજકીય સહિત તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ, લગ્નમાં 50 લોકો જ હાજર રહીં શકશે

એક મહિનો પહેલા

નમસ્કાર!
કોરોના સંક્રમણને પગલે ચૈત્રી નવરાત્રિ દરમિયાન વડોદરા જિલ્લાના પાદરાના રણુંમાં આવેલું મા તુલજા ભવાનીનું મંદિર બંધ રહેશે. ભૌમ અશ્વિનીના દુર્લભ યોગ સાથે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, ઘટ સ્થાપન માટે સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ47,883.38-1707.94
ડોલરરૂ.75.050.31

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

48,050150

આ 4 ઘટના પર રહેશે નજર

1) ગુડી પડવો અને ચેટીચાંદ સહિત ઘણા અન્ય તહેવારને કારણે બેંકો બંધ રહેશે. 2) કોરોના સંક્રમણને પગલે ચૈત્રી નવરાત્રિ દરમિયાન વડોદરા જિલ્લાના પાદરાના રણુંમાં આવેલું મા તુલજા ભવાનીનું મંદિર બંધ રહેશે. 3) ભૌમ અશ્વિનીના દુર્લભ યોગ સાથે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, ઘટ સ્થાપન માટે સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે. 4) કોરોના બેકાબૂ બનતાં અમદાવાદમાં AMCની હેલ્થ ટીમ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી કરશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાતમાં ધાર્મિક-રાજકીય સહિત તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ, લગ્નમાં 50થી વધુ લોકો હાજર નહીં રહી શકે

કોરોનાની કામગીરી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની ખખડાવી છે, જેને પગલે સફાળા જાગેલા મુખ્યમંત્રી રૂપાણીએ કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એપ્રિલ-મેના તમામ તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસની જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકો જ કામ કરી શકશે.
વાંચો સમાચાર વિગતવાર

2) સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ, અત્યારે રાજ્યના લોકો ભગવાનના ભરોસે, રોજનાં 27 હજાર રેમડેસિવિર ક્યાં જાય છે?
કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની તતડાવી છે. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. રેમડેસિવિર ઈન્જેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્જેક્શન કેમ નથી મળી શકતાં? હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર 40 એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે?
વાંચો સમાચાર વિગતવાર

3) રાજ્યમાં કોરોનાના પહેલીવાર 6 હજારથી વધુ કેસ, રેકોર્ડબ્રેક 6021 નવા કેસ અને 2854 દર્દી સાજા થયા, 55નાં મોત
ગુજરાતમાં નવા કેસો રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે. 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 20, સુરત શહેરમાં 18 , વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 4 , રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 55 દર્દીનાં કોરોનાને કારણે મોત થયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં કોરોનામાં મોત થયાના 30 કલાક બાદ પરિવારને સ્વજનનો મૃતદેહ મળ્યો નથી, પરિવારે સિવિલમાં 10 ધક્કા ખાધા!
રાજકોટ શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક બાદ એક કોરોનાથી ટપોટપ દર્દીનાં મૃત્યુ થઇ રહ્યાં છે. રાજકોટમાં કોરોનામાં મૃત્યુ થયા પછી પણ સ્વજનનો મૃતદેહ 30-30 કલાક સુધી સોંપવામાં આવતો નથી. મોટા પ્રમાણમાં તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયાના 30 કલાક બાદ પણ મૃતદેહ ન સોંપવામાં આવતાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયાં હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદનાં ડોક્ટર દંપતીને વેક્સિન લીધા બાદ કોરોના થયો, બે દિવસમાં જ તાવ પર વિજય મેળવી ઝડપથી સાજા થયાં
રાજ્યમાં કોરોનાના કેસો બેફામ વધી રહ્યા છે, જેની વચ્ચે સરકાર દ્વારા વેક્સિનેશન પ્રોગ્રામ પણ ચલાવવામાં આવી રહ્યો છે. જોકે હજુ પણ ઘણા લોકો વેક્સિન લેતાં પહેલાં ડરે છે. AMC સંચાલિત ડેન્ટલ કોલેજનાં મહિલા પ્રોફેસર અને હેડ એવાં ડો. બેલા દવે અને તેમના પેથોલોજિસ્ટ પતિ ડો. દિલીપ દવેએ કોરોનાની રસીના બે ડોઝ લીધા હતા. ડોઝ લીધાના 15 દિવસની અંદર જ તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. 14 દિવસ હોમ ક્વોરન્ટીનની ગાઈડલાઈન્સને અનુસરી તેઓ નેગેટિવ થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો