તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:અમદાવાદના CTM ખાતેની બેંક ઓફ બરોડામાં ખાતેદારોનો હોબાળો, બેંક સત્તાવાળાઓએ સવારે ચાર વાગ્યે ટોકન લેવાનું કહેતાં જ ખાતેદારો વિફર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
કર્ફ્યૂ ભંગ કરીને ખાતેદારોને ટોકન લેવા જવું પડે છે - Divya Bhaskar
કર્ફ્યૂ ભંગ કરીને ખાતેદારોને ટોકન લેવા જવું પડે છે
 • કોરોના સંક્રમણ અટકાવવા માટે લગાવેલો કર્ફ્યૂ ભંગ કરીને ખાતેદારોને ટોકન લેવા જવું પડે છે

કેન્દ્ર સરકાર દ્વારા બેંક ઓફ બરોડામાં વિજયા અને દેના બેંકને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો 1 જુલાઈ 2020થી અમલ પણ શરુ થઈ ગયો હતો. ત્યારે બેંક મર્જ થવાને કારણે અમદાવાદના CTM વન્ડર પોઈન્ટ પાસે આવેલ બેંક ઓફ બરોડામાં ખાતેદારોએ હોબાળો કર્યો હતો. બેંક દ્વારા ખાતેદારોને વહેલી સવારે ચાર વાગ્યાના સમયે ટોકન લેવા માટે બોલાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.

ટોકન લેનારનું જ બેંકમાં કામ થશે તેવું કહેતાજ વિવાદ વકર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં CTM વન્ડર પોઈન્ટ પાસે આવેલ બેંક ઓફ બરોડામાં ખાતેદારોની ફરિયાદ છે કે બેંક દ્વારા અમને સવારે ચાર વાગ્યાના સમયે ટોકન લેવા માટે બોલાવવામાં આવે છે. બેંક સત્તાવાળાઓએ ટોકન લઈ ને આવેલા લોકોના જ દિવસ દરમ્યાન ખાતાકીય કામો કરવામાં આવશે એમ કહેતાની સાથેજ ખાતેદારોએ હોબાળો શરુ કરી દીધો છે. ખાતેદારોનું કહેવું છે કે એક તરફ કર્ફ્યૂ છે તો બીજી તરફ કડકડતી ઠંડી છે. બેંક સત્તાવાળાઓ આવી પરિસ્થિતિમાં ખાતેદારોને ટોકન લેવા માટે બોલાવે છે.
કર્ફ્યૂ ભંગ કરીને ખાતેદારોને ટોકન લેવા જવું પડે છે
કોરોના મહામારીમાં એક તરફ રાજ્ય સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે 9થી સવારે 6 સુધીનો કર્ફ્યૂ લગાવી દીધો છે. તો બેંક સત્તાવાળાઓ ખાતેદારોને કર્ફ્યૂનો ભંગ કરાવીને માત્ર કામગીરી માટે ટોકન લેવા માટે વહેલી સવારે કડકડતી ઠંડીમાં ટોકન લેવા માટે બોલાવે છે. જો કર્ફ્યૂમાં ફરતો કોઈપણ માણસ પોલીસના હાથે પકડાય તો તેની વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી થાય છે. જ્યારે આ કાયદો વ્યવસ્થાનો ભંગ કરીને બેંક સત્તાવાળાઓ ખાતેદારોને ટોકન લેવા માટે મજબૂર કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો