ક્રાઈમ:ડાયરીમાં‘મોડર્ન લાઈફ પસંદ નથી’ લખી બેન્ક મેનેજરની પત્નીએ ગળે ફાંસો ખાધો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘પૂજા કરવા જઉં છું, રૂમમાં કોઈ આવતા નહીં ’કહી અંદર જઈ આપઘાત કર્યો

‘હું 2 કલાક સુધી પૂજા - પાઠ કરું છું એટલે રૂમ ખોલતા નહીં ’ દીકરીને આવું કહીને પૂજા રૂમમાં ગયેલા બેંક ઓફ ઈન્ડિયાના સિનિયર મેનેજરના પત્નીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વસ્ત્રાપુર સરકારી વસાહત પાસેના કાસા વ્યોમા એપાર્ટમેન્ટમાં પતિ અને દીકરી સાથે રહેતા મનીષાબહેન અત્યંત ધાર્મિક તેમજ ગાયત્રીના ઉપાસક હતા. જ્યારે હાલની પશ્ચિમી સંસ્કૃતિ મનોવિકૃતિ વધારે લાગતી હોવાથી સેટ થવાતુ નહીં હોવાથી મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા મહિલાએ લખેલી ડાયરીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અંદાજે 3 કલાક સુધી મનીષાબહેને દરવાજો નહીં ખોલતા તેમની પુત્રી શ્રેયાએ ઈન્ટરલોકની ચાવીથી દરવાજો ખોલીને જોયું તો તેઓએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. પીઆઈ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, તેઓ ધાર્મિક હતાં. તેમનું માનવું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિ મનોવિકૃતિ વધારે તેવી છે.

‘પશ્ચિમી સંસ્કૃતિ મનોવિકૃતિ છે, મારું જીવન પૂરું થઇ ગયું છે’
મનીષાબહેને પોતાના જીવન ઉપર ડાયરી લખી હતી. જેમાં મોર્ડન લાઈફ સ્ટાઈલ પસંદ નહીં હોવાનું લખ્યું હતું. જેના કારણે પોતાનું જીવન પુરું થઇ ગયું હોય તેવું તેમને લાગતું હતુ. જોકે આત્મહત્યા માટે તેમણે બીજા કોઇને કસૂરવાર ઠેરાવ્યા ન હતા. ડાયરીમાં લખ્યું હતું કે,‘પશ્ચિમની સંસ્કૃતિમાં કપડાં - ગીત - સંગીત - ફિલ્મો બધુ જ મનોવિકૃત્તિ વધારે છે. હું આ સંસ્કૃતિને ક્યારેય અપનાવી શકી નથી અને અપનાવવા માંગતી પણ નથી, જેથી હું આત્મહત્યા કરી રહી છું.’

મનીષાબેનનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે
મનીષા બહેન મૂળ મધ્યપ્રદેશના વતની હતા તેઓ પતિ રાકેશકુમાર અને પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયા હતા. રાકેશકુમાર એલિસબ્રિજની બેંક ઓફ ઈન્ડિયાની
બ્રાંચમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.

પોતાના જીવન ઉપર આખી ડાયરી લખી છે
વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજાએ કહ્યુ કે, મનીષાબહેને આત્મહત્યા પહેલા એક ડાયરી લખી હતી. જેમાં તેમના જીવન તેમજ પશ્ચિમની સંસ્કૃતિ અંગે લખ્યું હતુ. જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે, હાલની જીવન શૈલીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...