ગુનો:DRIના ડેપ્યુટી ડિરેક્ટર સામે બેંક મેનેજર પત્નીએ દહેજની ફરિયાદ કરી કહ્યું, ‘હવે પતિથી જીવનું જોખમ છે’

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ‘લગ્નમાં પતિ અને સાસરિયાંએ 1 કરોડ રૂપિયા, કાર માગ્યા હતા’

ડીઆરઆઈના ડેપ્યુટી ડિરેક્ટર પતિથી પોતાને તથા પુત્રને જીવનું જોખમ હોવાની ભીતિ વ્યક્ત કરતી ફરિયાદ અધિકારીની બેંક મેનેજર પત્નીએ અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. શીલજમાં રહેતા અને બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં પ્રિયંકાસિંહે પતિ પ્રશાંતકુમાર સિંહ, સસરા પુણ્યદેવસિંહ, સાસુ અનિતાસિંહ તથા મામા સસરા અશોકકુમાર (બિહાર) વિરુદ્ધ દહેજની માગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.

લગ્નના થોડા સમય પછી સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું
ફરિયાદ અનુસાર, લગ્ન સમયે સાસરિયાઓએ દહેજ પેટે એક કરોડ, સોનાચાંદીના દાગીના તથા કારની માગણી કરી હતી. જોકે તેમનાં માતાપિતાએ આજીજી કરી તેમને સમજાવ્યા હતા કે, દીકરીને અમે અમારી મરજીથી રાજીખુશીથી નાણાં અને વ્યવહાર કરીશું. બાદમાં વડીલોની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. જોકે લગ્નના થોડા સમય બાદથી સાસરિયાંએ દહેજ બાબતે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...