તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:બેન્ક કર્મીઓ ચૂંટણી ફરજમાં જતાં ખાતાધારકોને હેરાનગતિ

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેશનલાઈઝ્ડ બેન્કના કર્મચારીઓ-અધિકારીઓને ચૂંટણી કામગીરી સોંપવામાં આવતાં બેન્કિંગ ક્ષેત્ર પર અસર થઈ છે. બુધ-ગુરુ બે દિવસ ચૂંટણી પ્ર્ક્રિયા અંતર્ગત કર્મચારીઓની ટ્રેનિંગ રખાતા એસબીઆઈ, બીઓબી સહિતની કેટલીક નેશનલાઈઝ્ડ બેન્કની નાની-મોટી બ્રાન્ચ બહાર કામકાજ બંધ હોવાના બોર્ડ મૂકાયા છે.

બેન્ક કર્મીઓને ચૂંટણીના કામમાં રોકાતા મોટા ભાગની નેશનલાઇઝ્ડ બેન્કોમાં માત્ર 50 ટકા કર્મચારી હોવાથી ખાતાધારકોને કલાકો સુધી રાહ જોવા પડી રહી છે. કેટલાક ખાતાધારકોને ધક્કો પડ્યો હતો. એસબીઆઈના અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી હોય ત્યારે કર્મચારીને કલેક્ટરના આદેશ મુજબ કામગીરીમાં જોડાવું પડે છે જેને કારણે કામકાજ પર અસર પડે છે. કલેક્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું કે, અમે બે દિવસ ટ્રેનિંગ ગોઠવી હતી. બુધવારે ટ્રેનિંગ લઈ ગયેલા કર્મી ગુરુવારે કામકાજમાં જોડાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો