અમદાવાદી મહિલા ઘરેલું હિંસાનો શિકાર:બેંકના ડે.મેનેજરની પતિ સામે ફરિયાદ, પતિ કહેતો તારા બાપના ઘરેથી કંઈ લાવી નથી, ફોર વ્હીલર લઈ આવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસા તથા દહેજની માંગણીના કિસ્સાઓ વધવા લાગ્યા છે, ત્યારે બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતી મહિલાએ પણ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા, શારીરિક તથા માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. આ મહિલાને પતિ સતત ગાડી લાવવા માંગણી કરતો હતો. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

‘તે દીકરીને જન્મ આપ્યો હોવાથી મારે તને નથી રાખવી’
નરોડામાં રહેતી અને ખાનગી બેંકમાં ડેપ્યુટી તરીકે ફરજ બજાવતી 29 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, લગ્નના 2 મહિના બાદ પતિ દ્વારા દહેજને લઈને શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું છે. દીકરીનો જન્મ થતા પતિ કહેતો કે મારે દીકરો જોઈતો હતો તે દીકરીને જન્મ આપ્યો છે, જેથી મારે તને નથી રાખવી. પતિ દારૂ પીને પણ મહિલા સાથે મારઝૂડ કરતો હતો.

‘હું આવો જ છું, ફાવે તો સાથે રહે નહીં તો અલગ રહેવા જતી રહે’
પત્ની ઘરખર્ચ માટે પૈસા માંગે તો પણ પતિ કહેતો કે તું તારા બાપના ઘરેથી દહેજમાં કંઈ લાવી નથી, ફોર વ્હીલર લઈ આવ નહીં તો મારી નાખીશ. માહિલાને લગ્ન સમયે જે દાગીના આપવામાં આવ્યા હતા તે દાગીના પણ પતિએ વેચી નાખ્યા હતા. ઘરમાં અનાજ કે અન્ય ચીજ વસ્તુઓ લાવવા પૈસા માંગે તો પણ પતિ મારઝૂડ કરતો હતો. વતનમાં રહેવા ગયા ત્યાં પણ પતિએ દારૂ પીને બધાની વચ્ચે તકરાર કરી હતી. પતિએ ઘરે આવીને કહ્યું હતું કે હું તો આવો જ છું તારે ફાવે તો મારી સાથે રહે નહીં તો અલગ રહેવા જતી રહે. આમ પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ પતિ વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...