અમદાવાદ કોરોના LIVE:અમદાવાદમાં 7 મહિના પછી પહેલીવાર 1600થી વધુ કેસ નોંધાયા, આજે નવા 23 સાથે કુલ 108 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદ શહેરમાં 1637 અને જિલ્લામાં 23 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા
  • બેંક બહાર નોટિસ મારીને ગ્રાહકોને અન્ય બ્રાન્ચમાં જવા માટે સૂચના અપાઈ
  • ગઈકાલે અમદાવાદમાં કોરોનાના 1314 નવા કેસ નોંધાયા હતા

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 1637 અને જિલ્લામાં 23 મળીને અમદાવાદમાં કુલ 1660 કેસ નોંધાયા છે. 19મે પછી પહેલીવાર કોરોનાના કેસોએ 1600નો આંકડો કુદાવ્યો છે. 19 મે, 2021ના રોજ શહેર અને જિલ્લામાં 1324 કેસ આવ્યા હતાં. જ્યારે શહેરમાં 52 અને જિલ્લામાં 10 મળીને કુલ 62 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે શહેર અને જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. આજે ઓમિક્રોનના 34 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. જ્યારે 15થી 18 વય જુથના 40164 બાળકોનું વેક્સિનેશન કરાયું છે.

શહેરમાં 21 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં આજે નવા 23 માઈક્રો કન્ટેન્મે્ન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી 86 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. આમ હવે શહેરમાં કુલ 108 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જ્યારે 1 વિસ્તારમાં તેમાંથી દૂર કરવામાં આવ્યો છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 143 જેટલા મકાનોને મૂકવામાં આવ્યા છે. જેમાં ચાંદલોડિયાના સાવી સ્વરાજમાં 12 મકાનમાં 27 વ્યક્તિ, બોડકદેવના રત્નમ ટાવરમાં 12 મકાનમાં 49 વ્યક્તિ તથા સોલાના સુર્યોદય ટાવરમાં 12 મકાનમાં 43 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે.

ઝોનવાઈઝ અમદાવાદ શહેરમાં 12-18 વર્ષ વયજૂથનું વેક્સિનેશન

ઝોનવેક્સિનેશન
સેન્ટ્રલ2880
ઈસ્ટ7390
નોર્થ વેસ્ટ6563
નોર્થ6935
સાઉથ વેસ્ટ3098
સાઉથ6865
વેસ્ટ6433
કુલ50164

આજે ઓમિક્રોનના 34 નવા કેસ
શહેરમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઓમિક્રોનના 34 નવા કેસ નોંધાયો છે. જ્યારે 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં શહેરમાં 93 ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.

બેંક ઓફ બરોડામાં 10 કર્મચારી પોઝિટીવ
શહેરના વટવા GIDCમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં 10 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતા બેંકનું કામકાજ બંધ કરાયું છે. બેંક ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી બહાર નોટિસ બોર્ડ મારીને બેંકના ગ્રાહકોને અન્ય નજીકની બ્રાન્ચમાં જવા માટે સૂચના અપાઈ છે.

બેંક બહાર મૂકવામાં આવેલી નોટિસ
બેંક બહાર મૂકવામાં આવેલી નોટિસ

1 નવેમ્બરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ડિસેમ્બર1104
2 ડિસેમ્બર1508
3 ડિસેમ્બર15018
4 ડિસેમ્બર12013
5 ડિસેમ્બર17010
6 ડિસેમ્બર10010
7 ડિસેમ્બર26010
8 ડિસેમ્બર2504
9 ડિસેમ્બર1305
10 ડિસેમ્બર13010
11 ડિસેમ્બર11011
12 ડિસેમ્બર10016
13 ડિસેમ્બર19015
14 ડિસેમ્બર14013
15 ડિસેમ્બર8017
16 ડિસેમ્બર2009
17 ડિસેમ્બર8025
18 ડિસેમ્બર14023
19 ડિસેમ્બર18013
20 ડિસેમ્બર13017
21 ડિસેમ્બર33010
22 ડિસેમ્બર26010
23 ડિસેમ્બર43018
24 ડિસેમ્બર32119
25 ડિસેમ્બર6302
26 ડિસેમ્બર53020
27 ડિસેમ્બર10008
28 ડિસેમ્બર182015
29 ડિસેમ્બર278018
30 ડિસેમ્બર278013
31 ડિસેમ્બર317033
1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
3 જાન્યુઆરી643036
4 જાન્યુઆરી1,314072
5 જાન્યુઆરી1,660062
કુલ6,2771660