તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:આશ્રમ રોડ પર વેપારીની પાંચ માળની બિલ્ડિંગના ખોટા ડોક્યુમેન્ટ પર 1.5 કરોડની લોન લેવા બેંકમાં અરજી કરાઈ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ મામલે વેપારીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે - Divya Bhaskar
આ મામલે વેપારીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
  • બેન્કનો કર્મચારી બિલ્ડિંગ પર વિઝીટ માટે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો, વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

શહેરના ગોતા વિસ્તારમાં મંદિરો બનાવવાની ફેક્ટરી ધરાવતા વેપારીની આશ્રમ રોડ પર આવેલી પાંચ માળની બિલ્ડીંગના ડોક્યુમેન્ટ પર રૂ. દોઢ કરોડની લોન લેવા એલિસબ્રિજની યુકો બેંકમાં અરજી કરવામાં આવી હતી. બિલ્ડિંગમાં ખોટા દસ્તાવેજી પૂરાવા ઉભા કરી બેંકમાં રજૂ કરવામાં આવ્યા હતા. બેંક કર્મચારીઓ બિલ્ડિંગની વિઝિટ કરવા આવ્યા ત્યારે સમગ્ર હકિકત બહાર આવી હતી. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપીએ તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા
ચાંદલોડિયામાં રહેતા અને ગોતામાં અંબિકા એન્જિનિયરિંગ નામે મંદિરોના દરવાજા અમે મટિરિયલ બનાવવાનું કામ કરતા ભરત મેવાડાની આશ્રમ રોડ પર ccdની બાજુમાં પાંચ માળની બિલ્ડિંગ આવેલી છે. 20 દિવસ પહેલા એલિસબ્રિજ યુકો બેન્કમાંથી વિઝિટમાં એક વ્યક્તિ બિલ્ડિંગ ખાતે આવ્યા હતા. જેથી સિક્યુરિટીએ ભરતભાઇ સાથે વાત કરાવતા અજય ચતુર્વેદી નામના શખ્સે લોન માટે અરજી કરી હોવાનું કહ્યું હતું. જેથી ભરતભાઈએ હું બેંકે આવી વાત કરીશ કહ્યું હતું. બેકમાં તપાસ કરતા અજય ચતુર્વેદીએ શેર સર્ટિફિકેટ, પજેશન લેટર, એલોટમેન્ટ લેટર સહિતના ખોટા ડોક્યુમેન્ટ બેંકમાં જમા કરાવ્યા હતા. કૃણાલ વ્યાસ નામનો એક દલાલ પ્રોપર્ટીની મુલાકાત લેવા આવ્યો હતો ત્યારે તેને માત્ર નંબર અપાયા હતા, ડોક્યુમેન્ટ આપ્યાં નહોતાં. આ ઉપરાંત અજય ચતુર્વેદી નામના વ્યક્તિને લઈ આ કૃણાલ વ્યાસ નામનો દલાલ બિલ્ડિંગ પર આવતો હોવાનું સિક્યુરિટીએ કહ્યું હતુ.

પોલીસે તપાસ શરૂ કરી
સપ્ટેમ્બરમાં કોઈ વ્યક્તિ ફોન કરી મંદિર બનાવવા માટે કઠલાલ બોલાવતા હતા પણ શંકાસ્પદ લાગતા તેઓ ગયા ન હતા. ઉપરાંત બે દિવસ બાદ ફોન કરતા ફોન બંધ હતો પછી ફરી ફોન કરી તેઓને નડિયાદ બોલાવ્યા હતા. જેથી કોઈ શંકાસ્પદ ગેંગનો સભ્ય લાગ્યો હતો. અજય ચતુર્વેદીની તપાસ કરતા રામદેવ મેટલ ઇન્ડસ્ટ્રીઝ ઓઢવ હોવાનું જાણવા મળ્યું હતું. વાડજ પોલીસે અજય ચતુર્વેદી અને કૃણાલ વ્યાસ નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...