તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદ શહેરના 350 GST કરદાતાના બેન્ક ખાતાં - મિલકતો પર ટાંચ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્ક એકાઉન્ટ ઓપરેટ ન થતાં મુશ્કેલી

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં વર્ષ 2015થી 18ના એસેસમેન્ટ પૂરા કર્યા હતા. પરંતુ કોવિડ સ્થિતિને લીધે તેના ઓર્ડર કરદાતાઓને ન મોકલાતા તેઓ જવાબ આપી શકયા ન હોતા. અંતે જીએસટી વિભાગે શહેરના અંદાજે 350 કરદાતાના બેન્ક એકાઉન્ટ, પ્રોપર્ટી ટાંચમાં લીધા છે.

કોવિડની બીજી લહેરને લીધે વિભાગના ઓર્ડર કરદાતા સુધી પહોંચી શક્યા ન હતા. જેના કારણે કરદાતા ઓર્ડરમાં ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલી ડિમાન્ડ અને ભરવાપાત્ર ટેકસથી અજાણ હતા.

વધારામાં કરદાતાને જો ડિમાન્ડ મંજૂર ન હોય તો તેની સામે અપીલમાં જવા માટે ઓરિજનલ ઓર્ડરની જરૂર પડે છે. પરંતુ કરદાતા આ બધા એસેસમેન્ટના ઓર્ડરથી અજાણ હોવાથી તેની સમયસર અપીલ કરી શકતા નથી. જેની સામે રિકવરી કરવાની બાકી હોય તેવા કરદાતાના બેન્ક એકાઉન્ટ અને પ્રોપર્ટી ઉપર ટાંચ મુકતા ઓર્ડર જાહેર કર્યા છે.

અપીલમાં જવા સમય ન મળ્યો
રાતોરાત બેન્ક એકાઉન્ટ ટાંચમાં લેવાતા અપીલ કરવા માટે પૂરતો સમય ન અપાતા કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે. સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટ આવા સમયે કરદાતાને સમયમર્યાદા વધારી આપવાનો ચુકાદો આપે છે. જ્યારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કોઇ પરિપત્ર ન હોય પગલા લેવા માટે મજબૂર છે તેમ જણાવી કાર્યવાહી કરે છે.

અન્ય સમાચારો પણ છે...