તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશાનું સંગીત:કોરોનાના પેશન્ટ માટે ICUમાં અઠવાડિયામાં બે વાર બેન્ડનું પરફોર્મન્સ, 11 વાગે ડિસ્ચાર્જ થયેલો દર્દી ગરબા રમવા સાંજે 6 વાગ્યા સુધી રોકાયો

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: નવલસિંહ રાઠોડ
 • કૉપી લિંક

એલિસબ્રિજ પાસેની હૃદય સે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કોરોનાના દર્દીઓ માટે અઠવાડિયામાં બે વખત રોક બેન્ડનું પરફોર્મન્સ રાખવામાં આવે છે. આ ઉપરાંત દિવાળીમાં રંગોળી, નવરાત્રિમાં ગરબા અને દર્દીની બર્થ-ડે પર કેક પણ કાપવામાં આવે છે. હોસ્પિટલમાં અત્યાર સુધી 600 દર્દી સારવાર લઈ ચૂક્યા છે. જેમાંથી 584 સાજા થઈને ઘરે ગયા છે. આમ રિકવરી રેટ લગભગ 98 ટકા છે.

તમામ પ્રવૃત્તિનો હેતુ કોવિડને કારણે દર્દીના મગજમાં ઘર કરી ગયેલો ડર દૂર કરી સકારાત્મક વિચાર પ્રેરવાનો છે.તાજેતરમાં ડિસ્ચાર્જ થયેલા એક દર્દી મનોજ સોલંકીએ કહ્યું, 12 દિવસ પછી મને સવારે 11 વાગ્યે રજા આપવામાં આવી. પરંતુ સાંજે 6 વાગે ગરબાનું આયોજન હોવાથી હું સાંજ સુધી રોકાઈ ગયો અને મનભરીને ગરબા રમ્યા પછી ઘરે ગયો.

બર્થ-ડેની ઉજવણી, કપલ ડાન્સનું આયોજન
કોરોનાના દર્દીઓ માટે દર અઠવાડિયે બેથી વધુ વખત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. 7 મહિનામાં 70થી 80 મનોરંજક પ્રવૃત્તિ થઈ ચૂકી છે. નવરાત્રિમાં ગરબા રમાડવામાં આવે છે. આ ઉપરાંત હાઉસી, ઈનડોર ગેમ્સ,બર્થ-ડે સેલિબ્રેશન, કપલ ડાન્સ, અંતાક્ષરી જેવી પ્રવૃત્તિ હાથ ધરાય છે.

દર્દી હસતાં હસતાં ઘરે જાય તેવો પ્રયાસ
ચેરમેન સુરેન્દ્ર છાજડે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં કોરોનાના 80 દર્દી દાખલ છે. આમાંથી લગભગ 50 આઈસીયુમાં છે. અમે મ્યુઝિકલ બેન્ડનો પ્રોગ્રામ આઈસીયુ ઉપરાંત કોવિડ વોર્ડમાં પણ કરીએ છીએ. દર્દીને ઘર જેવો માહોલ મળી રહે અને તેનો સ્ટ્રેસ દૂર થાય તેમજ હસતાં હસતાં ઘરે જાય તેવો પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો