તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:કોરોનાના કેસો વધવાથી ઉત્તર ગુજરાતના દર્દીઓને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવાની તૈયારી, બનાસકાંઠાના ખેડૂતોએ ટેકાના ભાવની યોજનાને લોલીપોપ ગણાવી

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ( ફાઈલ ફોટો)
 • ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમાચારો માત્ર એક ક્લિક પર

1 કોરોનાના કેસો વધવાથી ઉત્તર ગુજરાતના દર્દીઓને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવાની તૈયારી
ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી હોવાથી ઉત્તર ગુજરાતના દર્દીઓને ત્યાં દાખલ કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગાંધીનગર સિવિલના સત્તાધિશોએ ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે ખાલી બેડ ફાળવવા સંમતિ આપી છે. ત્યાંની નર્સ અને ડૉક્ટરોએ પણ દર્દીઓની સારવાર કરવા માટે તૈયારી બતાવી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 90 કરતાં વધુ કેસ નોંધાયાં છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 45, સાબરકાંઠામાં 19, બનાસકાંઠામાં 16, ગાંધીનગરમાં 17 અને અરવલ્લી જિલ્લામાં 04 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં દિવાળી પહેલાં કોરોના સંક્રમણમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં નવા વોર્ડ શરુ કરવામાં આવ્યાં હતાં. છેલ્લા અઠવાડિયા ઉત્તર ગુજરાતના સાંબરકાઠા , મહેસાણા સહિત વિસ્તાર કોરોના કેસના આંકડાઓ વધ્યા છે. આગામી બે દિવસ બાદ ફરી એક વાર મોટા પ્રમાણના ટેસ્ટીંગ કરાશે.

ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયો ભડકાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે
ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયો ભડકાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે

2 ગાયોના સ્વાસ્થ્ય માટે મોડાસામાં નવા વર્ષે ગાયો ભડકાવવાની પ્રથા
તહેવારોમાં પરંપરાઓ અનેક પ્રકારની છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયો ભડકાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે જે આજે પણ જોવા મળી હતી. રામપુર ગામે દર વર્ષે તમામ ગોપાલકો દ્વારા બેસતા વર્ષે વહેલી સવારે ગામના પાદરે ગામના પશુઓને એકઠા કરવામાં આવે છે અને નગરજનો દ્વારા પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડવામાં આવે છે. જોકે ફટાકડા ફોડી ભડકાવવા છતાં આજના દિવસે આ પશુઓ કોઈને પણ ઇજા પહોંચાડતા નથી કે કોઈપણ જાતનું નુકશાન પણ કરતા નથી.

3 મહેસાણા જીલ્લામાં સિઝનમાં 1.70 લાખ હેકટરમાં શિયાળુ વાવેતર થવાનો અંદાજ છે.
ઉત્તર ગુજરાતમાં સિઝનનું વાવેતર પ્રમાણમાં સારુ થયું હોવાનું કૃષિ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. ત્યારે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જીલ્લામાં આ સીઝનમાં 1.70 લાખ હેકટર જમીનમાં શિયાળુ વાવેતર થવાનો અંદાજ છે. તેની સામે અત્યાર સુધીમાં 46 હજાર 231 હેકટરમાં એટલેકે વાવેતર થયું છે. જીલ્લામા સૌથી વધુ વાવેતર વિસનગર તાલુકા અને ત્યારબાદ મહેસાણા અને ઉંઝામાં થયું છે. જીલ્લામાં ઘઉનું વાવેતર 2472 હેટકરમા, મકાઇનું 45 હેકટરમાં, ચણાનું 403 હેકટરમાં, રાઇનું 14852 હેકટરમાં, તમાકુનું 2761 હેકટરમાં, જીરાનું 37 હેટકરમાં, ધાણાનું 66 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

4 કોરોનાને કારણે તાનારીરી મહોત્સવ બે દિવસને બદલે એક દિવસનો કરી દેવાયો
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડનગર ખાતે 24 નવેમ્બરે સંગીતની જબરદસ્ત જુગલબંધી સાથે તાના રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તથા રાષ્ટ્રીય સ્તરના કલાકારો ઉપસ્થિત રહીને લોકોને સંગીત પીરસસે. ત્યારે આ વર્ષે કોરોના વાયરસની મહામારી વચ્ચે આ આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સમગ્ર કાર્યક્રમનું એક દિવસ પુરતું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને ચાલુ વર્ષે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ કેબલ નેટવર્કથી લોકો પોતાના ઘરે બેસીને માણી શકશે. દર વર્ષે વડનગરમાં તાના અને રીરી આ બે બહેનોની સમાધી પાસે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

વડનગરમાં તાના- રીરીની સમાધી (ફાઈલ ફોટો)
વડનગરમાં તાના- રીરીની સમાધી (ફાઈલ ફોટો)

5 બનાસકાંઠાના ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાને માત્ર લોલીપોપ ગણાવી
ગુજરાતમાં મગફળીનો અઢળક પાક થયો છે. ત્યારે રાજ્યમાં ખેડૂતો માટે રાજ્ય સરકારે ટેકાના ભાવ પણ જાહેર કર્યાં છે. ખેડૂતોને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ ઓછા પડી રહ્યાં છે. જેથી તેઓ ટેકાના ભાવ લેવાની જગ્યાએ બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યાં છે.બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પોસાય તેવા ભાવ નહીં મળતાં તેમણે ટેકાના ભાવને માત્ર નામની યોજના ગણાવી છે. તેમનું કહેવું છે કે ટેકાના ભાવની પ્રક્રિયામાં વળતર મેળવવામાં પણ વધુ સમય લાગે છે. પાક વેચ્યા પછી પણ તેમને પોતાના પાકના પૈસા ત્રણ મહિને મળે છે. જેથી તેઓ સરકારની યોજનાને લોલીપોપ ગણાવી રહ્યાં છે. તેમનું એવું પણ કહેવું છે કે સરકારે ખેડૂતોનો પાક ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયા ઝડપી બને તેવા પગલાં ભરવા જોઈએ અને ખેડૂતોને તેમના પૈસા પણ ઝડપથી મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

અજાણ્યા શખ્સોએ ટોલબુથ પર પત્થરો ફેંકી તેમજ બુથમાં ઘૂસીને તોડફોડ કરી
અજાણ્યા શખ્સોએ ટોલબુથ પર પત્થરો ફેંકી તેમજ બુથમાં ઘૂસીને તોડફોડ કરી

6 મોડાસાના વાંટડા ટોલબુથ પર અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ, હુમલાખોરો CCTVમાં કેદ
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના વાંટડા ટોલબુથ પર તોડફોડ કરવાની ઘટના બની છે. કેટલાક અજાણ્યા શખ્સોએ ટોલબુથ પર પત્થરો ફેંકી તેમજ બુથમાં ઘૂસીને તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તોડફોડ કરનારા અજાણ્યા શખ્સોએ બૂથમાં રાખેલા કોમ્યુટર સહિતના સાધનોને તોડીને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. પોલીસને આ ઘટનાની જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તોડફોડની સમગ્ર ઘટના બૂથ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે મોડાસા ગ્રામ્ય પોલીસે CCTV ફૂટેજને આધારે તોડફોડ કરનારા અજાણ્યા શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

સ્નેહમિલન સમારંભમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં
સ્નેહમિલન સમારંભમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં

7 પાટણમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર સ્નેહમિલન સમારંભ યોજાયો
પાટણમાં ભાજપ કાર્યાલય ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમાં પાટણ જિલ્લા અને શહેરના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ સંસદિય સચિવ રણછોડભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સહિતના આગવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપના આ તમામ આગેવાનોએ પક્ષના સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. તે ઉપરાંત કાર્યકરોને લોકોની વચ્ચે જઈને સરકારની યોજનાઓ તથા સિદ્ધિઓને જણાવવાનું પણ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો