હાનિકારક પ્લાસ્ટિકના ચાના કપ, ચમચી, ટ્રે, થર્મોકોલની ડિશ પર પ્રતિબંધ પછી હવે મ્યુનિ.એ ચાના પેપર કપ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. મ્યુનિ. આવા પેપર કપમાં ચા આપતી કીટલીઓ સામે ઝુંબેશ ચાલુ કરશે. સોલિડ વેસ્ટ વિભાગનું કહેવું છે કે, કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. શહેરમાં રોજ આવા 20 લાખથી વધુ કપ રોડ પર જ ફેંકી દેવામાં આવતા હોય છે. જેને કારણે કચરાનું વધુ સર્જન થતું હોય છે.
મ્યુનિ.નું માનવું છે કે, પેપરમાં કપમાં અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. શહેરમાં કચરો વધારે ઉત્પન્ન થતાં હોય તેવા કેટલાક સ્થળોનો સરવે કરાયો હતો. જેમાં આ પ્રકારે ચાના નાના કપ કે પ્યાલીઓને કારણે જાહેર રોડ પર કચરો વધુ થતો જોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં ચાની કીટલીઓ સામે કાર્યવાહી શરૂ કરશે. પેપર કપના બદલે ચાની કીટલીવાળાએ કાચના કપ અથવા કુલડીમાં ચા આપવી પડશે. કેટલીક જગ્યાએ ચાની કીટલીઓ પર રોડની બાજુએ આવેલી ગટર, મેનહોલમાં પેપર કપ નાખી દેવાતા હોવાથી ગટર ઊભરાવાની અને ચોકઅપ થઈ જવાની ફરિયાદો મળતી હતી. જેને ધ્યાનમાં રાખી ચાની કિટલીઓ પરથી પેપર કપમાં ચા આપવાનું બંધ કરાવાશે.
સૂકો અને ભીનો કચરો તારવીને અલગ આપો: મ્યુનિ. એક ડસ્ટબિન છે તો કેવી રીતે અલગ પાડીએ? : લોકો
શહેરમાં ભીનો-સૂકો કચરો અલગથી તારવીને આવે તે માટે મ્યુનિ.એ મંગળવારથી ત્રણ દિવસ લોકોને સમજાવવામાં અભિયાન શરૂ કર્યું છે. મંગળવારે મ્યુનિસિપલ કમિશનર સહિત 20 હજારથી વધુ અધિકારીઓએ 6936 સોસાયટી-ફ્લેટ, 115 ગાર્ડન, 45 શાકમાર્કેટ અને 316 મોલ અને શોપિંગ સેન્ટર, કોમર્શિયલ એકમોના લોકોને કચરો અલગથી તારવીને આપવા સમજાવ્યા હતા. જો કે, કેટલીક સોસાયટીઓમાં રહીશોએ કહ્યું હતું કે, એક જ ડસ્ટબિન છે તો કેવી રીતે અલગ પાડીને આપીએ.
લોકોએ કહ્યું, અગાઉ આપેલા ડબા તૂટી ગયા છે, નવા આપો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.