અમદાવાદ:શહેરમાં જાહેરમાં ગણેશ પંડાલ અને તાજીયા-જુલુસ કાઢવા પર પ્રતિબંધ, જાહેરનામાનો ભંગ થશે તો ગુનો નોંધાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આગામી તહેવારોને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

કોરોનાની મહામારી વચ્ચે આગામી 29 અને 30 ઓગસ્ટના રોજ મોહરમ-તાજીયા અને 22 ઓગસ્ટે ગણેશોત્સવ જેવા તહેવારો આવા રહ્યા છે. જેને પગલે તાજીયા-જુલુસ કાઢવા પર અને ગણેશોત્સવની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. આ અંગે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધો ફરમાવ્યા છે. તેમજ જો જાહેરનામાનો ભંગ થશે તો ગુનો નોંધાશે.

ઘરે ગણપતિની બે ફૂટની જ મૂર્તિની સ્થાપના કરવાની રહેશે
લોકોએ પોતાના ઘરમાં જ બે ફૂટની જ ગણેશજીની મૂર્તિ સ્થાપન કરી શકશે. લોકોએ ફરજીયાત ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ગણેશોત્સવને લઇ નીચે મુજબ પ્રતિબંધ ફરમાવ્યા છે. આ જાહેરનામનો ભંગ બદલ ગુનો નોંધવામાં આવશે.

2 ફૂટથી વધુ જાહેરમાં, મોહલ્લા અને કમિટી દ્વારા તાજીયા નહિ કાઢી શકાય
જ્યારે મોહરમ પર 2 ફૂટથી વધુ જાહેરમાં, મોહલ્લા અને કમિટી દ્વારા તાજીયા નહિ કાઢી શકાય કે લાઉડસ્પીકર નહિ વગાડી શકાય. માત્ર ઘરે જ તાજીયાની સ્થાપના કરી ઘરે ફરજીયાત વિસર્જન કરવાનું રહેશે. તાજીયાની સ્થાપના બાદ કોઈની લાગણી દુભાય તેવું કૃત્ય નહિ કરી શકે. જો આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

આ 12 બાબતો પર પ્રતિબંધ

  • બે ફૂટથી વધુ ગણેશજીની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના અને પરિવહન નહિ કરી શકાય
  • જાહેર સ્થળ પર, સોસાયટીમાં અને મોહલ્લા મંડળો દ્વારા જાહેરમાં મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ
  • જાહેરમાં મૂર્તિનું સ્થાપન કરી ડી.જે અને લાઉડસ્પીકર વગાડી નહિં શકાય
  • નદી, તળાવ, ઓરા કે નાળા કે નહેરમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ
  • ગણેશજીની શોભાયાત્રા કે વિસર્જન યાત્રા કે સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ
  • POPની મૂર્તિ બનાવવી, નદી અને તળાવમાં વિસર્જન
  • પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા કેમિકલ વાપરી નહિં શકાય
  • મૂર્તિ વેચનાર રોડ પર ગંદકી અને ટ્રાફિક અડચણ રહે તેમ નહિં ઉભા રહી શકે
  • સ્થાપના દિવસ બાદ મૂર્તિકારો બનાવેલી અને ખંડિત મૂર્તિ બિનવારસી નહિં મૂકી શકે
  • લાગણી દુભાય તેવી ચિત્રો વાળી મૂર્તિઓ નહિં બનાવી શકાય
  • મૂર્તિની ધાર્મિક પૂજા વિધિ બાદ જાહેર રોડ પર અન્ય જગ્યાએ બિનવારસી મુકવા પર પ્રતિબંધ
  • ઘર આંગણે કે ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની લાગણી દુભાય તેવા કૃત્ય કરવા પર
અન્ય સમાચારો પણ છે...