તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇકલ-ટુવ્હીલર માટે રસ્તો:ગાંધીગ્રામ અંડરપાસમાં મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મીઠાખળીમાં ગાંધીગ્રામ ક્રોસિંગ ખાતે લોકોની સુવિધા માટે અંડરપાસ બની રહ્યો છે. જેમાંથી ફક્ત પગપાળા આવતા-જતા લોકોની સાથે સાઇકલ-ટુવ્હીલરો જ પસાર થઈ શકશે. જ્યારે ફોર વ્હીલર કે અન્ય વાહનો માટે આ અંડરપાસમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે.

ગાંધીગ્રામ ક્રોસિંગ ખાતે તૈયાર થતાં અંડરપાસ વિશે પુછવામાં આવતા રેલવે અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ-બોટાદ રૂટ પર ગાંધીગ્રામ સ્ટેશન પાસે મીઠાખળી રેલવે ક્રોસિંગ હતું. ત્યારે ગાંધીગ્રામ ક્રોસિંગ બંધ કરવા સ્થાનિક તંત્રે રેલવેને ભલામણ કરી હતી. જે અમદાવાદ-બોટાદ રૂટની કામગીરી કરતી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ જનસુવિધા માટે સ્થાનિક તંત્રની મદદ વગર ગાંધીગ્રામ ક્રોસિંગ ખાતે અંડરપાસ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

જ્યારે મોટા વાહનોને ગુજરાત કોલેજ તરફ જતા અંડરપાસ અને ગુજરાત ચેમ્બર ભવનની બાજુના અંડરપાસનો ઉપયોગ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...