મોર્નિંગ ન્યૂઝ બ્રીફગુજરાત કોંગ્રેસ મેનિફેસ્ટો કરશે લોન્ચ:બળદેવજીએ BJPને આડે હાથ લીધી, રૂપાલાએ કહ્યું- કોંગ્રેસની આ વખતે ડિપોઝિટ જપ્ત થાય એ પ્રકારે મતદાન કરજો

અમદાવાદ23 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શનિવાર, તારીખ 12 નવેમ્બર, કારતક વદ ચોથ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ગુજરાત કોંગ્રેસ મેનીફેસ્ટો કરશે લોન્ચ
2) શંકરસિંહ વાઘેલા ખડગેની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જોડાશે
3) ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓને તાલીમનું આયોજન
4) પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે, તળાજા, મહુવા રોડ શોમાં ભાગ લેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ભાજપે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું: નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે પી નડ્ડા, સ્મૃતિ ઈરાની સહિત ભાજપના 40 સ્ટાર પ્રચારકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે પી નડ્ડા, સ્મૃતિ ઈરાની સહિતના 40 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જે ગુજારત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો માટે મત માંગશે.
વાંચો સમાચાર વિગતવાર

2) બળદેવજી ઠાકોરે BJPને આડે હાથ લીધી: કહ્યું- 'કડીમાં કોંગ્રેસના ઉમેદવાર 8 હજાર મતે ના જીતે તો, રાજકારણ છોડી દેવાની મારી તૈયારી'
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. અલગ-અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે આજે કડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી હતી. જેમાં કડીના તીનબત્તી જૂની મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

3) પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર: આગથળાથી કહ્યું- નર્મદા યોજનામાં હવનમાં હાડકા નાખવા વાળી કોંગ્રેસની આ વખતે ડિપોઝીટ જપ્ત થાય તે પ્રકારે મતદાન કરજો
બનાસકાંઠાના લાખણીના આગથળા ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યા પુરષોતમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, નર્મદા યોજનામાં હવનના હાડકા નાખવા વાળી કોંગ્રેસની આ વખતે ડિપોઝીટ જપ્ત થાય તેવું કામ કરજો.
વાંચો સમાચાર વિગતવાર

4) કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી: રાજકોટ પૂર્વ બેઠક પર આપમાં આંટો મારી આવેલા ઈન્દ્રનીલને ટિકિટ આપી, 7 ઉમેદવાર જાહેર કરાયા
ફોર્મ ભરવામાં ત્રણ દિવસ બાકી અને તેમાં પણ બે દિવસ રજા છે. તેવામાં કોંગ્રેસે આજે ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ પૂર્વ બેઠક પર આપમાં આંટો મારી આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપી છે. આજે કુલ 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજીવ ગાંધીની હત્યાના દોષિતોને મુક્તિ, સુપ્રીમ કોર્ટનો આદેશ, નલિની-રવિચંદ્રન સહિત 6 દોષિતને આજીવન કેદની સજા હતી
રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 દોષિતને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમાં નલિની અને આરોપી રવિચંદ્રનનો સમાવેશ થાય છે. આ તમામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

6) મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળી, 200 વિદ્યાર્થી બીમાર, બિહારમાં શિક્ષકે કહ્યું… ચૂપચાપ ખાઓ, રીંગણ છે; માર મારી બળજબરીપૂર્વક ખવડાવ્યાનો આરોપ
ભાગલપુરમાં મિડ-ડે-મીલ ખાધા પછી 200 બાળક બીમાર થયાં. છોકરાઓએ જમવામાં ગરોળી મળ્યાની ફરિયાદ કરી હતી, આમ છતાં શિક્ષકે માર મારીને ખાવાનું ખવડાવ્યું. એક વિદ્યાર્થીની થાળીમાં ગરોળી હતી. જેવો જ તેણે એક કોળિયો ખાધો ગરોળી દેખાઈ. આની ફરિયાદ કરી તો વિદ્યાર્થીને જ ઠપકો આપ્યો. બધા વિદ્યાર્થીઓને જમવા કહ્યું. ત્યાર પછી બધાને ઊલટી થવા લાગી હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) ભારતમાં ટ્વિટર બ્લૂ ટિક માટે 719 રૂપિયા?, ઘણા યુઝર્સને સબ્સ્ક્રિપ્શન માટે એપલ સ્ટોર પર પોપ-અપ મળ્યું, આ કિંમત અમેરિકા કરતાં પણ વધુ
છેલ્લા ઘણા સમયથી ભારતમાં ટ્વિટર યુઝર્સ બ્લૂ ટિક માટે ચાર્જને લઈને અનેક અટકળો હતી. ભારતમાં કેટલાક ટ્વિટર યુઝર્સે ગુરુવારે રાત્રે બ્લૂ સબ્સ્ક્રિપ્શન માટે Apple એપ સ્ટોર પર પોપ-અપ મળ્યું હતું, જેમાં ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શનની માસિક કિંમત 719 રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે કિંમત હજુ સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી. ટ્વિટર યુઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આ કિંમત અમેરિકામાં વસૂલવામાં આવે છે એના કરતાં પણ વધુ છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) શિક્ષિત સિટીના 'અર્ધશિક્ષિત' ઉમેદવાર:અમદાવાદ-રાજકોટ-સુરતના 13 ઉમેદવારો 12મું ધોરણ જ પાસ, વડોદરાના ઉમેદવારો પોસ્ટ ગ્રેજ્યુએટ
2) અર્બુદા સેનાને હાથમાં લેવા ભાજપનો નવો દાવ:અર્બુદા સેનાના સ્નેહ મિલન સમારંભમાં પ્રધાનમંત્રીને હાજર રહેવા સાંસદનો પત્ર
3) જૂની સરકાર નવા ઉમેદવારો સામે ફસકી!:રાજકોટમાં પૂર્વ CM રૂપાણી સભામાં સ્થાન ગ્રહણ કરવા જતાં ગબડી પડ્યા
4) હવે એક જ દિવસમાં ફોર્મ ભરવા પડાપડી: પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવામાં શનિ-રવિની રજા, સોમવારે બપોરે 3 સુધી જ ફોર્મ સ્વીકારાશે
5) વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, ચેન્નઈ-મૈસુર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી; બેંગલુરુમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કર્યું
6) US મિડ-ટર્મ ઇલેક્સનમાં ભારતીય-અમેરિકનોનો દબદબો, 23 વર્ષીય નબીલા સૈયદ સંસદમાં સૌથી નાની ઉંમરના મેમ્બર બન્યા, પ્રમીલા જયસ્વાલની પણ જીત
7) ચુસ્ત-દુરસ્ત એક્ટર મોડલનું જિમમાં મોત, 46 વર્ષીય સિદ્ધાંત સૂર્યવંશીને જિમમાં વર્કઆઉટ કરતા સમયે હાર્ટ-અટેક આવ્યો, 'કસૌટી જિંદગી કી' સિરિયલથી ફેમસ થયો હતો
8) હવે અમેઝોને શરૂ કરી છટણી, મેટા અને ટ્વિટર પછી અમેઝોને પણ કેટલાય કર્મચારીઓને નોકરીમાંથી નિકાળ્યા
9) પંજાબમાં ડેરા પ્રેમીની 60 ગોળી મારી હત્યા, હરિયાણાના 3 શૂટર્સની ધરપકડ, ત્રણ ફરાર; ISIએ ગેંગસ્ટર રિંડા મારફતે કરાવી હત્યા

આજનો ઇતિહાસ
1969- આજના દિવસે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે સેવા આપતા હતા ત્યારે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા

આજનો સુવિચાર
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે –શ્રીમદ્ રાજચંદ્ર

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...