તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની સ્કૂલોનો સંવેદનશીલ નિર્ણય:બાપુનગરની બાલકૃષ્ણ સ્કૂલે 250 વિદ્યાર્થીની 15 લાખ ફી માફ કરી તો કાલુપુરની VR શાહ સ્કૂલે 1થી 8માં 30% ફી માફી આપી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાલકૃષ્ણ હાઇસ્કૂલ, બાપુનગર - ફાઇલ તસવીર - Divya Bhaskar
બાલકૃષ્ણ હાઇસ્કૂલ, બાપુનગર - ફાઇલ તસવીર
  • જુનિયર કેજીથી ધોરણ 1 સુધીના વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ મળશે
  • કોરોનાને કારણે વાલીઓને રાહત આપવા માટે નિર્ણય
  • સ્કૂલ ધોરણ 1થી 8માં 5થી 15 હજાર સુધી ફી વસૂલે છે

કોરોનાના કારણે નોકરી - ધંધા ગુમાવનારા પરિવાર તેમજ શ્રમજીવી પરિવારના બાળકો આર્થિક સંકડામણ વચ્ચે પણ ભણી શકે અને તેમનું ભવિષ્ય ન બગડે તે માટે બાપુનગરની શ્રી બાલ કૃષ્ણ પ્રાથમિક શાળાએ પોઝિટિવ પહેલ કરી છે. આ સ્કુલે જુનીયર કેજી, સિનિયર કેજી અને ધોરણ- 1 માં પ્રવેશ મેળવનારા 250 બાળકોની વર્ષની 15.75 લાખ ફી માફ કરી દીધી છે. બાપુનગર અંબર સિનેમા પાસે 1955 થી કાર્યરત શ્રી બાલ કૃષ્ણ પ્રાથમિક શાળાના સંચાલક બી.કે.રાવલે જણાવ્યું કે, તેમની સ્કૂલમાં જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ - 1 ના 2 - 2 કલાસ છે. જેમાંથી સિનિયર અને જુનિયર કેજીમાં 150 જ્યારે ધોરણ- 1 માં 100 વિદ્યાર્થી દર વર્ષે એડમિનશન લે છે. જેમાંથી સિનિયર કેજી અને જુનિયર કેજીની વર્ષની ફી રૂ.5500 છે જ્યારે ધોરણ 1 ની ફી રૂ.7500 છે.

કોરોનાને કારણે વાલીઓને રાહત આપવા માટે નિર્ણય
કોરોનાના કારણે ઘણા બધા પરિવારના મોભી બાળકોની સ્કૂલની ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી આવા બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે શ્રી બાલ કૃષ્ણ સ્કૂલે ચાલુ વર્ષે જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ - 1 માં પ્રવેશ લેનારા 250 બાળકોની આખા વર્ષની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે હાલમાં 7 જૂનથી સ્કૂલ ઓન લાઈન શરૂ કરી દેવાઈ છે. જો કે એડમિશન લેવા આવનારા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે.

સ્કૂલ ધોરણ 1થી 8માં 5થી 15 હજાર સુધી ફી વસૂલે છે​​​​​​​
કાલુપુરની વી આર શાહ સ્મૃતિ આદર્શ પ્રાથમિક સ્કૂલે બાળ વર્ગથી ધોરણ આઠના આશરે 700 બાળકોને 30 ટકા ફી માફીની જાહેરાત કરી દીધી છે. સ્કૂલની વર્તમાન શૈક્ષણિક સત્ર 2021-2022ની નિયત રૂ.5000થી રૂ. 15,000 સુધીની ફીમાં 30 ટકા ઘટાડો કરાશે. આ સ્કૂલના સુપરવાઈઝર ધવલ વાળાએ જણાવ્યુ હતુ કે,‘ શ્રી વી આર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વી આર શાહ સ્મૃતિ આદર્શ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષ 2021-2022માં હાલમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રત્યક્ષરૂપે આવી શકે તેમ નથી. આવી સ્થિતિમાં બાળ વર્ગ, ધોરણ એકથી આઠ સુધીનું શિક્ષણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. હાલમાં સ્કૂલના સંચાલક ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ ‘શેરી શિક્ષણ’ની પણ શરૂઆત કરવામાં આવી છે.’

ધવલ વાળાએ વધુમાં જણાવ્યું કે,‘ ધોરણ એકથી આઠમાં સરકારે નક્કી કરેલ ફીની મર્યાદા કરતા ત્રીજા ભાગની મંજૂર ફી લેવાતી હોવા છતાં શૈક્ષણિક વર્ષ 2020-2021માં 25 ટકા રાહત આપી છે, હાલમાં કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં શાળાઓ ક્યારે ખૂલશે? તે નક્કી નથી? ત્યારે હાલની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-2021માં સરકાર દ્વારા લેવાની મંજૂર ફીમાં 30 ટકા ઘટાડો કરી કોરોનાથી આર્થિક ભીંસમાં મુકાયેલા વાલીઓને રાહત આપવાનો હેતુ છે.

અન્ય સમાચારો પણ છે...