તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જમીનો પચાવતી સુલતાન ગેંગનો બકુ ખાન ઝડપાયો, રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સગાના વોટ્સએપથી પરિવાર પાસેથી ઓનલાઇન પૈસા મગાવતો, સંબંધીના ઘરે 10 દિવસ જ રોકાતો

વેજલપુર અને સરખેજ વિસ્તારમાં ધાકધમકીથી પૈસા પડાવવા અને સરકારી-ખાનગી જમીનો પચાવી પાડનાર કુખ્યાત સુલતાન ગેંગના બક સૈયદ ઉર્ફે બકુખાનની ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી હતી.

જુહાપુરાના કુખ્યાત સુલતાનખાન પઠાણ, નઝીર વોરા, કાલુ ગરદન સહિતના ભૂમાફિયા અને હિસ્ટ્રીશીટરો સામે પોલીસે ગુંડાધારા (ગુજસીટોક) અને લેન્ડ ગ્રેબિંગ (ગેરકાયદે જમીન પચાવી પાડવા) એક્ટ હેઠળ ગુના નોંધી જેલ ભેગા કરી દીધા હતા. આ ગેંગના સભ્યો સામે ફરિયાદ નોંધાવાનું શરૂ થતાં સુલતાન ગેંગનો બકુખાન પણ રાજસ્થાન ભાગ્યો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના જોધપુરથી બકસૈયદ ઉર્ફે બકુખાન પઠાણ(ઉં. 47, નોમાન પાર્ક, ફતેવાડી)ને ઝડપી લીધો હતો.

સુલતાન અને તેની ગેંગના બીજા માણસો વિરુદ્ધ ગુનો નોંધાતા રાજસ્થાન ભાગેલો બકુખાન આબુ, શિરોહી, પાલી, જોધપુર અને આસપાસના ગામમાં સગા સંબંધીના ઘરે રોકાતો. પોલીસને શંકા ન જાય તે માટે બકુખાન સંબંધીના ઘરે 10 દિવસથી વધુ રહેતો ન હતો. આટલું જ નહીં જે પણ સંબંધીને ઘરે રોકાય તેના વોટસએપ નંબરથી પરિવારનો સંપર્ક કરી ઓનલાઈન પૈસા મગાવતો હતો. વેજલપુર અને સરખેજમાં બકુખાન વિરુદ્ધ ગુંડાધારા અને લેન્ડ ગ્રેબિંગના ગુના નોંધાયા તે પહેલા અસલાલી, શાહપુર અને કારંજમાં પણ 4 ગુના નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...