તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ખોદકામ પછી રિપેરિંગ નબળું થવાથી બાપુનગર તરફના રોડની બિસ્માર હાલત

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાહનચાલકો સાથે સાઈકલચાલકો પણ હેરાન થાય છે

ગટરલાઈનનું કામકાજ હોય કે પછી પાણીની લાઈનના રિપેરિંગનું કામ હોય. જો તે રોડ પરથી પસાર થતી હોય અને રોડનું ખોદકામ કર્યું હોય તો રિપેરિંગ કામ પછી રોડ બરાબર રિપેર થતો નથી. આવા કિસ્સા નિકોલ એસપી રિંગ રોડથી બાપુનગર સુધીના 7 કિમીના રોડ પર જોવા મળે છે. આવી જ હાલત રસપાનથી ડીમાર્ટ અને નિકોલ નરોડાથી ગોપાલચોક સુધીના રોડની છે. સમગ્ર રોડ પર ક્યાંક ક્યાંક ખાડા જ જોવા મળે છે. જે તંત્રએ પાઈપલાઈનના કામ પછી રોડ બરાબર રિપેર કર્યા નથી તેની સાક્ષી પૂરે છે.

આ અંગે વાત કરતાં સ્થાનિક મુકેશ પડસાળાએ કહ્યું કે, ‘હું નિકોલથી બાપુનગર ઓફિસ સુધી 7 કિમિ અઠવાડિયામાં 3 દિવસ સાયકલ ચલાવીને જાઉં છું. આ વિસ્તારના રોડ સારા બન્યા છે પણ પછી ખોદકામ પછી તેને વ્યવસ્થિત રિપેર કરતા નથી. જો રોડ સારા હોય તો મારા જેવા હજ્જારો સાયકલ સવારો પોતાના કામધંધે સાયકલ લઈને જઈ શકે. તેમાં પણ સાયકલના મુખ્ય ત્રણ પ્રકાર એમટીબી, હાઈબ્રીડ અને રોડ બાઇકની ટ્યુબમાં અનુક્રમે 50, 70 ને 100 જેટલું હવાનું પ્રેશર હોય છે. જેથી નાનામાં નાના ખાડામાં પણ સાયકલ ખૂબ જ ઉછળકુદ થાય છે અને કમરના દુખાવા ઉભા થાય છે.

અમદાવાદના લાખો સાઈકલીસ્ટ અમદાવાદમાં સાયકલિંગ કરીને પર્યાવરણની જાળવણી કરવામાં રસ ધરાવે છે પણ અમદાવાદના રોડ સપોર્ટ કરતાં નથી. પબ્લિક જાતે રોડ ખોદે છે જાતે ઈચ્છા પડે ત્યાં આડેધડ બમ્પ બનાવી દે છે તેની સાથે AMC તરફથી શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો