બે ઝોનના સેમ્પલમાં સૌથી વધુ બેક્ટેરિયા:જાન્યુઆરીમાં પાણીના 40 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020ની સરખામણીએ બમણા પ્રદૂષિત સેમ્પલ

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ શહેરમાં મ્યુનિ.એ લીધેલા પાણીના સેમ્પલમાં 40માંથી બેક્ટેરિયા મળી આવતા તેને અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. આ અનફિટ સેમ્પલની સંખ્યા 2020 કરતાં ડબલ અને 2021 અને 2022 કરતાં અનેકગણી વધારે છે.

શહેરમાં ઝાડા ઊલ્ટી, ટાઇફોઇડ, કમળો તથા કોલેરા જેવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે શહેરમાં માત્ર જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં જ ઝાડા ઊલ્ટીના કુલ 500થી વધારે કેસ, કમળાના 300 થી વધુ કેસ, ટાઇફોઇડના પણ 325થી વધારે કેસો જોવા મળ્યા છે.

શહેરમાં પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારમાં લેવામાં આવેલા પાણીના નમૂનામાં સૌથી વધારે મધ્યઝોન અને દક્ષિણઝોનમાં બેક્ટેરિયાની હારી જણાઈ હતી. ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન અને પૂર્વઝોનમાં પણ બેક્ટેરિયાની હાજરી જણાઇ હતી. ત્યારે શહેરમાં જાન્યુઆરીમાં 40 પણીના સેમ્પલ જ્યારે ફેબ્રુઆરીમાં પણ 15 જેટલા પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી જણાઇ હતી. છેલ્લા 4 વર્ષની સરખામણીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પાણીના સેમ્પલમાં ફેલનું પ્રમાણ સતત વધારે છે.

અન્ય સમાચારો પણ છે...