મનરેગા કૌભાંડ:બચુ ખાબડના પુત્રનું મનરેગામાં કૌભાંડ પ્રકરણ, સરકારે મંત્રી પુત્રના નિર્દોષના પુરાવા 3 કલાકમાં શોધી આપ્યાં

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રની એજન્સીએ કૌભાંડ કર્યું નથી તેવા ખુલાસા કરાયા

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગને કારણે આઠ કોરોના દર્દીઓ જીવતા ભૂંજાઇને મર્યા તે ઘટનામાં કોણ જવાબદાર તે અંગે ગુજરાત સરકાર હજુ કાંઇ તારણ મેળવી શકી નથી, અને એ જ સરકારના તંત્રએ પોતાના મંત્રીનો પુત્ર કૌભાંડ નથી કરી રહ્યો તેવો રીપોર્ટ માત્ર ત્રણ કલાકમાં બનાવી દીધો.

રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંતની એજન્સીએ મનરેગામાં કૌભાંડ કરી સરકારના 16 કરોડ રૂપિયાથી વધુ રકમ ઓળવી લીધી તેવી કોંગ્રેસે વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ અંગેના સમાચાર છપાતાં મંગળવારે સરકારી કચેરીઓ ખૂલે તે સમયે સવારે દસથી બપોરે એક વાગ્યા સુધીમાં ખાબડે દાહોદ જિલ્લા પ્રશાસન પાસેથી પોતાના પુત્ર માટેની ક્લીનચીટનો રીપોર્ટ તૈયાર કરાવી દીધો. મંત્રી ખાબડે ખુલાસો કર્યો કે તેમની એજન્સીએ કોઇ કૌભાંડ કર્યું નથી અને 324 ચેકડેમ પૈકી 304ના કામ પૂર્ણ થઇ ગયાં અને 20ના કામ પ્રગતિમાં હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ બનાવેલી 27 ટીમોની તપાસના અંતે માલુમ પડ્યું છે. ખાબડે જણાવ્યું કે આ કામ માટે કોઇ એજન્સી રોકાઈ ન હતી અને તેમના પુત્રની એજન્સીને આ માટે કોઇ કામ મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...