તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:બેબીમૂન થયું કેન્સલ, બેબીશાવર પણ ઈચ્છા મુજબ પ્લાન નથી થતું

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનામાં ઘરે રહેવાથી પ્રેગ્નેન્સીમાં સેફ રહેવાય પરંતુ કેટલીક ઈચ્છાઓ જતી કરવી પડે છે

પ્રેગ્નેન્સીમાં મહિલાઓને બહાર ફરવા જવાની, ચટાકેદાર વાનગીઓ ખાવાની ઈચ્છા થતી હોય છે પરંતુ કોરોનાના કારણે મહિલાઓની કેટલીક ઈચ્છાઓ પૂરી નથી થઈ શકતી. આ વિશે વાત કરતાં પ્રેગ્નેન્ટ મહિલાઓનું કહેવું છે કે, કોરોનાકાળમાં ઘરમાં રહેવાથી સુરક્ષિત તો રહેવાય છે પણ ઘણી બધી વસ્તુઓ કમને જતી કરવી પડી રહી છે.

આઉટડોર ડિનર્સ અને સ્ટ્રીટફૂડનો ટેસ્ટ યાદ આવે છે
પ્રેગ્નેન્સીમાં સૌથી વધારે બહાર ફાઇનડાઇનમાં જમવાનું અને સ્ટ્રીટફૂડ સૌથી વધુ મિસ કરું છું. જે પણ ખાવાની ઈચ્છા થાય તે જાતે ઘરે બનાવવું પડે છે. સ્ટ્રેસ વધુ રહે છે કારણ કે સતત કોઈ પણ વસ્તુથી કોરોના ન થઈ જાય તેનો ડર લાગે છે. બેબી શાવરનું ફંક્શન પણ ઈચ્છા મુજબ પ્લાન નથી કરી શકાતું. તેમજ ટ્રાવેલિંગમાં બેબીમૂન જે પ્રિ-પ્લાન કર્યું હતું તે પણ કેન્સલ કરવું પડ્યું છે.
- નૂપુર બાલિયા બારોટ, ફેશન ડિઝાઇનર અને મિસ એશિયા ઈન્ટરનેશનલ

આઉટડોર ટ્રાવેલિંગની મજા ખરાબ થઈ
પ્રેગ્નેન્સી માટે કેટલું વિચાર્યુ હતું અને કેટલા પ્લાન તૈયાર કર્યા હતા પણ કોરોનાના કારણે હવે આ બધા પ્લાન પર પાણી ફેરવાઇ ગયું છે. જેમાં શહેરથી બે કલાકની નજીકમાં પણ કોઇ ટ્રીપ થઈ શકતી નથી. સૌથી વધુ પ્રેગ્નેન્સીમાં ફરવાની ઈચ્છા થતી હોય છે કારણ કે જગ્યાનો એક બદલાવ મળે છે, મૂડ સારો રહે છે પરંતુ કોરોનાના કારણે આઉટડોર ટ્રાવેલિંગની મજા ખરાબ થઈ ગઈ છે. - રાજવી શાહ, હાઉસવાઇફ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો