ગ્રાઉન્ડ રિપોર્ટ:પહેલા નોરતે માતાજીની છબીનું સ્થાપન કરી બી જે મેડિકલની MBBSની છાત્રાનું પ્રદર્શન, માગ કરી- ઉપર એવી છત હોય જ્યાં અમે સુરક્ષિત રહી શકીએ

અમદાવાદ14 દિવસ પહેલા
  • ગર્લ્સ હોસ્ટેલની 150થી વધુ છાત્રા પ્રાથમિક જીવન જરૂરી સુવિધા મેળવવા છેલ્લા 4 દિવસથી હડતાળ પર
  • અમને જીવન જરૂરી સવલત પણ નથી મળતી હવે અમે હડતાળ નહીં સત્યાગ્રહ પર છીએ

બી જે મેડિકલમાં MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાયાની સુવિધા માટે પણ વલખા મારવા પડે છે. ત્યારે પહેલા નોરતે માતાજીની છબીનું સ્થાપન કર્યું છે અને ચાર દિવસથી પોતાની જરૂરી વસ્તુ માટે ડોક્ટર સત્યાગ્રહ કરી રહ્યા છે. છાત્રાઓની માગ છે કે ઉપર એવી છત હોય જ્યાં અમે સુરક્ષિત રહી શકીએ. DivyaBhaskarના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, અહીંયા વિદ્યાર્થીઓ સુતા હોય તો છત તૂટી પડે, ક્યારેક બાથરૂમ ભરાઈ જાય અને કરંટ લાગવાની સમસ્યા તો સતત રહે છે. પોતે હવે ક્યાં જાય. કારણ કે છેલ્લા 8 વર્ષથી સતત રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી.

પ્રાથમિક જરૂરિયાત માટે છાત્રાઓ સત્યાગ્રહ કરે છે
અમદાવાદની બીજે મેડિકલમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓ ચાર દિવસથી પોતાની સામાન્ય અને જીવન જરૂરી એવી માગ માટે હડતાળ પર છે. આજે બી જે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ વિધિવત માતાજીની છબીનું સ્થાપન કરીને પોતાની માગ માટે એકઠા થયા છે. અહીંયા હાજર ડોક્ટર પોતાના પર હોસ્ટેલમાં ગમે ત્યારે છતve પોપડા પડે છે તેવી વાત કહેતા એક ગરીબ વસાહત જેવી હાલતના હોસ્ટેલના ફોટો બતાવ્યા હતાં.

પ્રાથમિક જરૂરિયાતની સુવિધા મેળવવા MBBS વિદ્યાર્થિનીઓ હડતાળ પર
પ્રાથમિક જરૂરિયાતની સુવિધા મેળવવા MBBS વિદ્યાર્થિનીઓ હડતાળ પર

સાંજે સૂતાં અને સવારે ઊઠીએ ત્યારે ભય હોય છે
MBBSમાં બી જે મેડિકલ કોલેજમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમારી સૌથી બેઝિક જરૂરિયાત જ અહીં પૂરી નથી થતી. રહેવામાં સરખી છત નથી, ગમે ત્યારે પડે છે. અમે સવારે ઊઠીએ ત્યારે કોન્સ્ટ્રન્ટ ભયમાં હોઈએ છીએ. આજે અમને કંઈ જાનહાનિ થઈ શકે. સાંજે સૂતી વખતે ભયમાં હોઈએ છીએ. ગમે તે સ્વીચથી શોક લાગે છે. સવારે ગીઝર ચાલુ કરતી વખતે શોક લાગવાની સંભાવના છે. બાથરૂમ અને બીજુ ખૂબ ગંદી હાલતમાં છે. બધેથી તૂટીફૂટી ગયું છે. મારા જ ક્લાસમેટના રૂમમાં સ્લેબ પડ્યો છે અને તેમને થોડુંઘણું વાગ્યું છે. ક્લાસમેટની કલિગને પણ સ્લેબ પાડવાથી વાગ્યું છે. ભગવાનની દયાથી તે ત્યાં ન હતા અને જાનહાનિ થઈ નથી. આ જ ભયમાં અમે રહીએ છીએ અને કોન્સ્ટેન્ટલી રહીએ છીએ તો અમારી આશા છે કે હેલ્થ મિનિસ્ટર અમને એવું કંઈક નિર્ણય આપશે કે થોડી મુક્તિ મળશે અને સરખી જગ્યાએ કે જ્યાં અમારી બેઝિક જરૂરિયાત પૂરી કરવામાં આવે.

હોસ્ટેલમાં રહેતાં MBBS વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ચાર દિવસથી હડતાળ કરી રહી છે
હોસ્ટેલમાં રહેતાં MBBS વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ચાર દિવસથી હડતાળ કરી રહી છે

પ્રાથમિક સુવિધા મળે તેના માટે સત્યાગ્રહ
પી જી ગર્લ્સ હોસ્ટેલની અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અહીં પી જી ગર્લ્સ હોસ્ટેલની છાત્રાઓ છે જે હડતાળ પર બેસી છે. 150થી 200 છાત્રા છે. અમારો સત્યાગ્રહ છે, હડતાળ નથી. અમે બેઝિક નેસિસિટીઝ છે લાઈફ માટે એ આપવામાં આવે. ઉપર એવી છત હોય જ્યાં અમે સુરક્ષિત રહી શકીએ. લાઈટની સ્વીચ ચાલુ કરવી જઈએ ત્યારે અમને ભય ન રહે કે કરંટ લાગી જશે. પ્રોપર ડ્રેનેજ થાય. અમને પ્રોપર સેનિટેશન મળે, પ્રોપર બાથરૂમની વ્યવસ્થિત સુવિધા મળે એ જ અમારી માંગણી છે.

પ્રાથમિક સુવિધાઓ સારી મળે તેજ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની માગ
પ્રાથમિક સુવિધાઓ સારી મળે તેજ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની માગ

સ્લેબ પડવા, ગીઝર ચાલુ કરતા કરંટ લાગે છે
વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણા બધા ઈન્સિડન્ટ બન્યા છે. જેમાં બાથરૂમમાં એક વિદ્યાર્થિની પર સ્લેબ પડતાં પગ અને હાથમાં ઈજા થઈ હતી અને ગીઝર ચાલુ કરતી વખતે કરંટ આવવો એ તો બહુ જ કોમન પ્રોબ્લેમ થઈ ગઈ છે. ગીઝર ચાલુ કરવા જાવ કરંટ આવી જાય છે શોર્ટસર્કિટ થવું એ રોજની નાની-મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. અમે સતત આઠ વર્ષથી સિનિયર્સ રજૂઆત કરી જ રહ્યા છીએ. છેલ્લા 10 કોસ્ટેન્ટલી રજૂઆત કરીએ છીએ. તમને ખબર છે કે છેલ્લા ચાર દિવસથી અમે અહીં સત્યાગ્રહમાં બેઠા છીએ. 8વર્ષમાં રિનોવેશનના નામે થીગડા મારવામાં આવ્યા છે. થીંગડા પાછા પડી જાય છે.

છતના પોપડા પડ્યાની વિદ્યાર્થીઓએ આપેલી તસવીર
છતના પોપડા પડ્યાની વિદ્યાર્થીઓએ આપેલી તસવીર

પી.જી હોસ્ટેલમાં સુવિધાઓના અભાવ અને ગંદકીના કારણે ડોક્ટરોએ ડોલ લઈને રેલી કાઢી
અમદાવાદની બી.જે મેડિકલ કોલેજની પી.જી હોસ્ટેલમાં સતત અવ્યવસ્થાના કારણે પી.જી ડોક્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા જૂની ગર્લ્સ પીજી હોસ્ટેલમાં છતના પોપડા પડ્યા હતા. ત્યારે મંગળવારે (5 ઓક્ટોબર) ડોક્ટરોએ હાથમાં ડોલ લઈને પોતાને પડતી મુશ્કેલીઓ અંગે વિરોધ વ્યક્ત કરવા રેલી કાઢી હતી. આ ડોક્ટરોની નવી પીજી હોટેલમાં પણ ગંદકીના થર જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિના કારણે ડોક્ટરો ખરાબ સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.

હોસ્ટેલની સ્થિતિ મુદ્દે ABVPએ ડીનને આવેદન આપ્યું
બી.જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી સી બ્લોક લેડીઝ હોસ્ટેલમાં 136 રૂમની સુવિધા છે. બિલ્ડિંગનું બાંધકામ 50 વર્ષ જૂનું છે. વર્તમાન સ્થિતિમાં હોસ્ટેલની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત તેમજ સ્ટ્રકચરલી નબળું છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે પાણીની સુવિધાની પણ અછત છે. હોસ્ટેલના પ્રશ્નોને લઈને છેલ્લા 5 દિવસથી આંદોલન કરતા વિદ્યાર્થીઓને કોલેજ સત્તાધીશો દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગણી કરે છે કે, સી બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓ માટે નવી હોસ્ટેલ ફાળવણી કરવામાં આવે. જ્યાં સુધી નવી હોસ્ટેલની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી વિદ્યાર્થિનીઓ માટે વિક્લ્પિક વ્યવસ્થા કરવામાં જે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...