સરકારનો નિર્ણય:પાલિકાઓ દ્વારા વેરામાં રાહત આપતી ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ બે મહિના સુધી લંબાવાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( ફાઈલ ફોટો)
  • 30 જૂન 2022 સુધીમાં એડવાન્સ વેરો ચૂકવનાર નાગરીકોને 7 ટકા વળતર અપાશે

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, લાઇટ વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’ બે મહિના સુધી લંબાવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો 30 જૂન 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 7 ટકા વળતર આપવામાં આવશે. એટલું જ નહિ, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે 30 જૂન 2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે.

ડિજિટલ ટ્રાન્ઝેકશન કરાશે તો 12 ટકા વળતર
ડિજિટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતરનો લાભ મળશે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’નો લાભ નગરોના વધુ નાગરિકો લઇ શકે તેવો ઉદાત્ત અભિગમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે. નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ 1 જુલાઈ 2022 થી 31 જુલાઇ-2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવાપાત્ર થશે. આ જ સમયગાળા દરમ્યાન ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળવાપાત્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે...