તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયુર્વેદથી કોરોનાને હરાવ્યો:1200 બેડની સિવિલમાં માત્ર એલોપેથી સારવારથી દર્દી 12 દિવસે અને આયુર્વેદિક સારવારથી દર્દી 8 દિવસે સાજા થયા

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે સંશોધનનો નીચોડ
  • દર્દીઓના રિપોર્ટ અને તપાસ કરી સારવાર પહેલા, સારવાર દરમિયાન અને બાદ મળેલા પરિણામોના તારણ
  • સારવાર પ્રાપ્ત કરનાર ગ્રુપ- Bના તમામ દર્દીઓના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા
  • આર્યુવેદ સારવાર મેળવનાર દર્દીને ICUમાં રિફર કરાયા નથી કે મોત પણ નહીં

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના દર્દીને 1200 બેડની સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ દરમિયાન બાબા રામદેવે એલોપેથી સામે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે અહીં એલોપેથી સાથે આયુર્વેદની કોરોના દર્દીને બે ગ્રુપમાં સારવાર કરાઈ હતી. જેમાં 26 દર્દીના બે ગ્રુપમાં એલોપેથીના ગ્રુપ-Aના 12.19 દિવસે અને આયુર્વેદના ગ્રુપ-Bના દર્દી 7.85 દિવસે સાજા થયા છે.

એલોપેથી અને આર્યુવેદની પ્રોટોકોલ મુજબ દર્દીની સારવાર કરાઈ
આયુષ નિયામક દ્વારા જણાવ્યાનુસાર આ સંશોધન કાર્ય બે ગ્રુપમાં કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રુપ A (STG- સ્ટાન્ડર્ડ ટ્રિટમેન્ટ ગ્રુપ)માં 1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતેની સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર આપવામાં આવી હતી. જેમાં એલોપેથીનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસરવામાં આવેલો અને ગ્રુપ B (ATG- આયુર્વેદ ટ્રિટમેન્ટ ગ્રુપ)માં આયુષ પ્રભાગ, ગુજરાત રાજ્ય માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવારને એલોપેથિક સારવારની સાથે સાથે આપવામાં આવી છે.

1200 બેડની સિવિલ હોસ્પિટલ
1200 બેડની સિવિલ હોસ્પિટલ

આયુર્વેદ પ્રોટોકોલથી ગ્રુપ-Bમાં RT-PCR નેગેટિવ આવે ત્યાં સુધી અપાઈ
ગ્રુપ – B (ATG)માં આયુર્વેદ પ્રોટોકોલ અન્વયે ઔષધ આપીને સારવાર કરાઈ હતી. જેમાં દશમૂલ ક્વાથ 20 ml+, પથ્યાદિ ક્વાથ 20 ml+, ત્રિકટુ ચૂર્ણ 2 ગ્રામ, 40 ml ઉકાળો દિવસમાં એકવાર સવારે ભૂખ્યા પેટે આપવામાં આવ્યો હતો. સંશમની વટી (500 મિલિગ્રામ ટેબલેટ ) 1 ગ્રામ સવારે અને 1 ગ્રામ સાંજે જમ્યા પછી, આયુષ – 64 ટેબલેટ (500 મિલિગ્રામ ટેબલેટ ) એક ગ્રામ સવારે અને એક ગ્રામ સાંજે જમ્યા પછી, યષ્ટીમધુ ઘનવટી (250 મિલિગ્રામ ચૂસવા માટેની ટેબલેટ) ત્રણ ગ્રામ પ્રતિદિન 6 વિભાજિત ભાગમાં દિવસ દરમિયાન ચૂસવા માટે આપવામાં આવી હતી. આ દવાઓ વધુમાં વધુ 28 દિવસ સુધી અથવા RT –PCR નેગેટિવ આવે ત્યાં સુધી ચાલુ રાખવામા આવી હતી.

સારવાર પહેલા અને બાદમાં RT-PCR રિપોર્ટ કરાયા
તેમણે ઉમેર્યુ કે, આ સંશોધન આયુષ નિયામકની કચેરી દ્વારા અખંડાનંદ આયુર્વેદના સ્પેશિયાલિસ્ટ દ્વારા બંને જૂથમાં 26 દર્દીઓ ઉપર દર્દીઓની સંમતિથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમના જરૂરી રિપોર્ટ તથા તપાસ સારવાર પહેલા (BT-બિફોર ટ્રિટમેન્ટ), સારવાર દરમિયાન અને સારવાર બાદ (AT-આફટર ટ્રિટમેન્ટ) કરવામાં આવ્યું હતું. આ સંશોધન અભ્યાસ અન્વયે કોઈપણ દર્દીમાં એડવર્સ ડ્રગ રિએક્શન (ADR) જોવા મળી નથી. તમામ દર્દીઓના RT-PCR રિપોર્ટ સારવાર પૂર્વે (BT) અને સારવાર બાદ (AT) કરવામાં આવેલા. જેમાંથી આયુર્વેદ સારવાર અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર ગ્રુપ-Bના તમામ દર્દીઓના RT-PCR નેગેટિવ આવેલ છે. સારવાર પ્રાપ્ત કરનાર ગ્રુપ- Bના તમામ દર્દીઓના RT-PCR નેગેટિવ આવેલા છે.

આયુર્વેદિક સારવારમાં 3 દિવસે જ 8 દર્દી રિક્વર
જ્યારે ગ્રુપ- A (STG)માં RT-PCR ટેસ્ટ નેગેટિવ થવામાં સરેરાશ 12.19 દિવસ જ્યારે આયુર્વેદ સારવારના ગ્રુપ B (ATG)માં સરેરાશ 7.85 દિવસ સમય લાગ્યો હતો. ગ્રુપ Bમાં આયુર્વેદ સારવાર ગ્રુપ અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર કોઈપણ દર્દીને લક્ષણ વધેલા નથી અને ICU સારવાર માટે રિફર કરવામાં આવેલા નથી તથા એક પણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ નથી. આયુર્વેદ સારવારના ગ્રુપ B (ATG)માં 0-3 દિવસમાં રિક્વરી થયેલા 8 દર્દીઓ (એટલે કે કુલ સંશોધનમાં સામેલ દર્દીઓના 33%) મળેલી જ્યારે ગ્રુપ A (STG)માં 3 દિવસ સુધીમાં એકપણ દર્દી રિક્વર થયેલા જોવા મળેલા નથી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

તાવ, ગળાનો સોજો, ખાંસી, અશક્તિ સહિતના કોવિડ લક્ષણો
ગ્રુપ - B અંતર્ગત આયુર્વેદ સારવાર પ્રાપ્ત કરનાર દર્દીઓના કોવિડ-19ના લક્ષણોમાં હતા. તેમાં તાવ 3.95 દિવસ, ગળાનો સોજો 7.5 દિવસ, ખાંસી 15.21 દિવસ, શ્વાસ લેવામાં તકલીફ 14.76 દિવસ, શરદી 10.5 દિવસ, અશક્તિ 10 દિવસ, માથાનો દુઃખાવો 11.75 દિવસ, ઊબકા 3 દિવસના સરેરાશ સમયમાં દર્દીઓને રાહત જોવા મળી છે. આમ આયુષ સારવારના લીધે કોવિડ સામે નાગરિકોને સુરક્ષિત કરવા અને ઈમ્યુનિટી વધારવામાં સફળતા મળી છે ત્યારે નાગરિકોને વધુને વધુ આયુષ સારવાર લેવા અનુરોધ પણ કરાયો છે.

તજજ્ઞ સમિતિની મંજૂરી સાથે સંશોધન હાથ ધરાયું હતું
1200 બેડની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે એલોપેથી તજજ્ઞ સમિતિની મંજૂરી સાથે સંશોધન કાર્ય હાથ ધરાયુ હતુ. આ સંશોધન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની પૂર્વ મંજૂરી સાથે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ સંશોધન માટે જે દર્દીઓ સંમત હતા તેવા દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો જે સંશોધનના નીચોડમાં આ પરિણામો મળ્યા છે.