તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસ્ટિસ ફોર આઈશા:આઈશાના પતિ આરિફની જામીન અરજી પર સુનાવણી, ફરિયાદી પક્ષની રજૂઆત જામીન મળશે તો ધાક ધમકી આપી શકે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આઈશા અને તેના પતિ આરિફની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આઈશા અને તેના પતિ આરિફની ફાઈલ તસવીર.
  • આઈશાના પરિવારે આરિફના જામીન નામંજૂર કરવા કોર્ટમાં રજૂઆત કરી
  • આ મામલે વધુ સુનાવણી 1 એપ્રિલના રોજ કરાશે

વીડિયો બનાવીને અમદાવાદની સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરનારી આઈશાના મોતે દેશભરમાં ચકચાર જગાવી હતી. પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનારી આઈશાના પતિ આરિફે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સામે ફરિયાદ પક્ષે આરિફના જામીન ના મંજૂર કરવાની માંગણી કરી હતી. જો કે કોર્ટે આ મામલે વધુ સુનાવણી 1 એપ્રિલે રાખી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તપાસ કરી રહી છે, જે હજુ પુરી થઈ નથી. પરિણામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ થઈ શકી નથી. જેને લઇ આજે કોર્ટમાં આરિફના જામીન મંજૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

ફરિયાદ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ચાર્જશીટ દાખલ થતા પહેલા આરિફ દેશ-વિદેશ પણ ભાગી શકે છે. તેમજ આઈશાના પરિવારજનોને ધાક ધમકી પણ આપી શકે છે. આ પહેલા આરિફને કોર્ટમાં રજૂ કરતા પહેલા 3 દિવસના પોલીસ રિમાન્ડ અને ત્યારબાદ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ આરિફે કોર્ટ સમક્ષ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 439 હેઠળ રેગ્યુલર જામીનની અરજી કરતા આઇશાના પક્ષે વિરોધ ઉઠાવ્યો હતો.

બાળક ઉછેરવું હતું પણ દુનિયામાં આવ્યું જ નહીં
આરિફને પોલીસે જ્યારે પૂછ્યું કે તે આઈશાને વીડિયો માટે કહ્યું તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને કહ્યું કે મેં જ તેને વીડિયો બનાવવા કહ્યું હતું. આરિફ એવું પણ કહી રહ્યો છે કે તેના અને આઈશાના બાળકને તે ઉછેરવા માગતો હતો, પણ તે આ દુનિયામાં આવ્યું જ નહીં. આઈશાના કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોય એ હું માનતો જ નથી.

આઈશાને સ્વીકારવા આરિફ આનાકાની કરતો
​​​​​​​​​​​​​​
પોલીસ દ્વારા આઈશા અને આરિફની વાતચીતની ક્લિપ સાંભળવામાં આવી તો જાણવા મળ્યું કે આઈશા આરિફ પાસે પાછી જવા માગતી હતી, પરંતુ આઈશાએ કરેલા કેસના કારણે આરિફ તેને સ્વીકારવા આનાકાની કરી રહ્યો હતો.

બંને વચ્ચે પહેલાં પ્રેમસંબંધ હતો પછી લગ્ન થયા
​​​​​​​​​​​​​​​​​​​​​
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરિફ જે મકાનમાં રહે છે એ તેના વારસમાં મળ્યું છે, જેમાં બીજા 4 પરિવાર પણ રહે છે. આઈશા અને આરિફ વચ્ચે પ્રેમ હતો. બાદમાં પરિવારે તેના લગ્ન કરાવી આપ્યા હતા.

આરિફ પકડાયો ત્યારે આઈશાના મોતનો કોઈ રંજ નહીં
2 માર્ચ, 2021ના રોજ પોલીસ આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી હતી. જોકે લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આઈશાના મોતનો જરા પણ રંજ દેખાતો ન હતો, આંખમાંથી એક આંસુ પણ સર્યું ન હતું. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે જાણે કશું થયું જ ન હોય તેમ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો. પીઆઈ વી. એમ.દેસાઈ અને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આઈશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આઈશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું.

આઈશાએ સાબરમતીમાં ઝંપલાવીને મોત વહાલુ કર્યું હતું
25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. એ પહેલાં ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે છતાં યુવતી આપઘાત કરી લે છે. માતા-પિતા સાથે યુવતીની અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ હૃદયદ્રાવક છે. એમાં યુવતી તેનાં માતા-પિતાને કહે છે કે અબ બહુત હો ગયા, અબ નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.

વાંચો, આઈશા આત્મહત્યા કેસના અન્ય આર્ટિકલ

'તું તો મારું સ્પેરવ્હીલ છે, હું બીજીને પ્રેમ કરું છું', આઈશા સાથે રૂમમાં હોય ને આરિફ તેની લવરને વીડિયો-કોલ કરતો

આઈશાના મોતનો પતિ આરિફને કોઈ જ રંજ નહિ, આંખમાંથી એક આંસુ પણ ન સર્યું, વર્તનથી પોલીસ પણ ચોંકી, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આઈશા આપઘાત કેસમાં આરોપી પતિ આરિફની રાજસ્થાનથી ધરપકડ, જિંદગીના અંત પહેલાં આઈશાએ એક વીડિયો બનાવ્યો હતો

તે મારી દીકરીનો હત્યારો છે, કોઈ રૂમ ભરી પૈસા આપે તોપણ દીકરીના હત્યારાને માફ નહિ કરું: આઈશાના પિતા

નદીમાં કૂદતાં પહેલાં માતા-પિતાને ફોનમાં કહ્યું, અબ બહુત હો ગયા નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો