તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Awareness About The Vaccine Is Now Growing Among The People Of Ahmedabad, Even In The 40 Degree Heat, More Than 500 People Were Standing In Line Outside Tagore Hall

વેક્સિનેશનલ:અમદાવાદના લોકોમાં હવે વેક્સિન અંગે જાગૃતિ વધી રહી છે, 40 ડિગ્રી ગરમીમાં પણ ટાગોર હોલ બહાર 500થી વધુ લોકો લાઈનમાં ઊભા રહ્યા હતા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેક્સિન લેવા લોકોમાં જાગૃતિ આવી છે તેનો ખ્યાલ ટાગોર હોલના આ ફોટોથી આવી શકે છે. સામાન્ય રીતે શહેરના વેક્સિનેશન સેન્ટર ઉપર સવારે 9.30 કલાકથી લોકોને વેક્સિન આપવાની શરૂઆત થતી હોય છે ત્યારે શનિવારે સવારે ટાગોર હોલના સેન્ટર ઉપર 500થી વધુ લોકો વેક્સિન લેવા લાઈનમાં ઊભા હતા. અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચ્યું છે ત્યારે ગરમીના હિસાબે પણ લોકો બપોર થાય તે પહેલા વેક્સિન લેવાનું પસંદ કરતા હોય છે.

આ બધા 45 વર્ષ ઉપરના લોકો હતા જેમાંથી કેટલાક તો વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વેક્સિનનો સ્ટોક ઓછો આવતો હોવાથી ઘણી વખત સેન્ટર ઉપરથી લોકોએ વેક્સિન લીધા વગર પરત ફરવું પડે એવું પણ બનતું હોય છે. શનિવારે પણ બપોરે બે વાગ્યા બાદ ટાગોર હોલમાં વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો હતો. જેના કારણે માથાકુટ પણ થઈ હતી. જોકે પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો અને લોકોને શાંત કરી પરત મોકલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...