તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ વિભાગને રાહત:ધોરણ 10ના 2.68 લાખ રિપીટર વિદ્યાર્થીઓ માટે નવા વર્ગોની વ્યવસ્થા કરવામાંથી બચ્યું, માત્ર 10 ટકા જ પાસ થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હોત તો 2.68 લાખ વિદ્યાર્થીઓ આગળના વર્ષમાં પ્રવેશ આપવો પડતો
  • રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના કારણે સામાન્ય વર્ષ કરતા 2 લાખ વિદ્યાર્થીઓ વધ્યાં

ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માસ પ્રમોશન મળતા સામાન્ય વર્ષ કરતા 2 લાખ જેટલા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે જેના કારણે શિક્ષણ વિભાગે સ્કૂલોમાં વર્ગ વધારીને વધુ પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરી છે, જ્યારે રિપીટર વિદ્યાર્થીઓનું પણ પરિણામ આજે આવ્યું છે, રિપીટર વિદ્યાર્થીઓમાંથી 2.68 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. શિક્ષણ વિભાગે રિપોર્ટ વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપ્યું હોત તો 2.68 લાખ વિદ્યાર્થીઓની વધુ વ્યવસ્થા કરવી પડતી.

વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે શિક્ષણ વિભાગે મક્કમ રહ્યું
કોરોનાને કારણે ધોરણ 10ના 8.60 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનની આશા હતી. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી રિપીટર વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિરોધ કર્યો હતો. છતાં શિક્ષણ વિભાગ પરીક્ષા લેવા મક્કમ રહ્યું હતું અને પરીક્ષાના અગાઉના દિવસ સુધી વિરોધ હોવા છતાં શિક્ષણ વિભાગે રિપોર્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

સામાન્ય વર્ષ કરતા 2 લાખ વિદ્યાર્થીઓ વધુ હતા
ધોરણ 10માં 8.60 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓ સમનાય વર્ષ કરતા 2 લાખ જેટલા વધુ હતા જેમને અગાઉના વર્ષના પ્રવેશ આપવા માટે પ્રશ્ન હતો જેથી સ્કૂલોમાં વર્ગ વધારવાનો પરિપત્ર બહાર પાડીને માસ પ્રમોશન ના કારણે વધુ પાસ થયેલ વિદ્યાર્થીઓને સમાવી લેવામાં આવ્યા હતા ત્યારે 3 લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓની પ્રશ્ન હતો ત્યારે શિક્ષણ વિભાગે પરીક્ષા લેવાનો મક્કમ નિર્ણય કર્યો અને 3 લાખ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી જેમાંથી માત્ર 30,000 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.
એટલે કે માત્ર 10 ટકા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

હવે માત્ર 30,000 વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા કરવી પડશે
શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં 2.68 લાખ વિધાર્થીઓ નાપાસ થયા છે અને 30,000 જ પાસ થયા છે જેના કારણે શિક્ષણ વિભાગે 30,000 વિદ્યાર્થીઓને જ આગળના વર્ષમાં પ્રવેશ માટે વ્યવસ્થા કરવાની રહેશે. શિક્ષણ વિભાગે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપ્યું હોત તો આજે નાપાસ થનાર 2.68 લાખ વિદ્યાર્થીઓને પણ આગળના વર્ષમાં પ્રવેશ માટે વ્યવસ્થા કરવી પડતી જેમાંથી શિક્ષણ વિભાગ બચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...