અમદાવાદમાં રાતે અચાનક વાતાવરણ પલટાયું:6 કલાકમાં સરેરાશ 1.5 ઈંચ, ચાંદખેડામાં 4 ઈંચ વરસાદ, 34 સ્થળે પાણી ભરાઈ ગયાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારે વરસાદથી બાપુનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
ભારે વરસાદથી બાપુનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.
  • સોમવારે રાત્રે 10થી પરોઢિયે 4 સુધી વરસાદ

શહેરમાં સોમવારે રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી સુધી ભારે વરસાદ પડ્યો હતો. ચાંદખેડામાં સૌથી વધુ 4 ઇંચ, સાયન્સસિટી વિસ્તારમાં 2.56 ઇંચ અને શહેરમાં સરેરાશ 6 કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. મંગળવારે પણ દિવસ દરમિયાન છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા.

સોમવારે રાત્રે પડેલા વરસાદથી 34 સ્થળે પાણી ભરાયાની ફરિયાદો મ્યુનિ. કંટ્રોલ રૂમને મળી હતી. પૂર્વ ઝોનમાં 29, પશ્ચિમમાં 1 અને ઉ. પશ્ચિમ ઝોનમાં 4 સ્થળે પાણી ભરાયા હતા. પશ્ચિમ ઝોનમાં એક સ્થળે ભૂવો પડ્યો હતો. પશ્ચિમ, ઉ. પશ્ચિમ ઝોનમાં 2 ઝાડ પડ્યા હતા. પશ્ચિમ ઝોનમાં 2.24, ઉ. પશ્ચિમ ઝોનમાં 2.39, મધ્ય ઝોનમાં 1.12, ઉત્તર ઝોનમાં 1.82 ઈંચ વરસાદ પડ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ?

વિસ્તારવરસાદ (ઇંચ)
ચાંદખેડા4
સાયન્સ સિટી2.56
રાણીપ2.48
ચાંદલોડિયા2.42
ગોતા2.2
કોતરપુર2.19
નરોડા1.69
બોડકદેવ1.59
નિકોલ1.57
બોપલ1.57
દૂધેશ્વર1.32
ઉસ્માનપુરા1.24

અમદાવાદ સહિત રાજ્યમાં બુધવારથી 4 ઓગસ્ટ સુધી માત્ર ઝાપટાં પડવાની વકી
અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. પરંતુ, હવે 27 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.કેટલાંક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.9 ડિગ્રી નોંધાયું હતું. 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાંક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...