રીક્ષા ભાડામાં વધારો:ઓટોરીક્ષા ચાલકોના એસોસિએશન દ્વારા રીક્ષાભાડામાં રૂ.3 સુધીનો વધારો, વેઈટિંગ ચાર્જમાં પણ વધારો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ કિ.મીનું ભાડું જે હાલ રૂ.10 છે તે વધારીને રૂ.13 કરવામાં આવ્યું છે
  • પેટ્રોલ, ડીઝલ, CNGના ભાવ સતત વધતાં રિક્ષા ભાડામાં 30 % સુધી વધારો
  • પ્રત્યેક કિલોમીટરે રૂ.10નું ભાડું વધારીને રૂ.13 કરવામાં આવ્યું

પેટ્રોલ-ડીઝલ અને સી.એન.જીના ભાવ વધી રહ્યા છે, સી.એન.જીના ભાવમાં પણ રૂ. 2નો વધારો આવ્યો છે. આવા સંજોગોમાં રાજ્યના 9 લાખ રિક્ષાચાલકોની ભાવ વધારાની માગણી હતી તેને રાજ્ય સરકારે મંજૂર કરી છે અને ભાવમાં મિનિમમ (1.2 કિ.મી.) ભાડા અને આ પછી વધુ પ્રતિ કિ.મી દીઠ ભાડામાં રૂ. 3નો વધારો આપવામાં આવ્યો છે. નવા ભાવ 5 નવેમ્બરથી અમલી બનશે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને રિક્ષા ચાલકોના યુનિયન વચ્ચે વાટાઘાટો થઈ હતી. રિક્ષાચાલકોએ કરેલી માગણીમાં રૂ. 2નો કાપ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, નવા ભાવ પ્રમાણે હવે મિનિમમ ભાડુંકેબની જેમ રિક્ષાભાડું નક્કી નહીં થઈ શકે રૂ. 15 હતું તેમાં રૂ.3નો વધારો કરીને રૂ. 18 કરાયું છે, આ પછી દરેક કિ.મી.દીઠ રૂ. 13નું ભાડું કરાયું છે. જ્યારે વેઇટિંગ ભાડું 5 મિનિટના રૂ.1 હતું તે વધારીને 1 મિનિટનું રૂ. 1 કરવામાં આવ્યું છે.

રીક્ષાનું રૂ.3 સુધીનું ભાડું વધ્યું
ઓટોરીક્ષા ચાલકોના વિવિધ સંગઠનોએ મિનિમમ ઓટો ભાડામાં વધારો કર્યો છે. અત્યાર સુધી 1.2 કિમીનું ભાડુ જે હાલમાં 15 રૂપિયા છે તે વધારીને 18 રૂપિયા કરાયું છે. પ્રતિ કિ.મીનું ભાડું જે હાલ રૂ.10 છે તે વધારીને રૂ.13 કરવામાં આવ્યું છે. જ્યારે વેઈટિંગ ભાડામાં પણ 5 મિનિટના રૂ.1ની સામે પ્રતિ મિનિટના રૂ.1નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આમ 5 મિનિટના વેઈટિંગના રૂ.5 મુસાફરે ચૂકવવા પડશે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

સરકાર સાથે રીક્ષાના એસોસિએશનની બેઠક બાદ ભાડું નક્કી કરાયું
વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, ઈધણના ભાવોમાં વધારો થયો છે જેને પરિણામે ઓટોરીક્ષાના રજીસ્ટર્ડ એસોસિએશનો દ્વારા ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજૂઆતો મળી હતી, જેને ધ્યાને લઈને આજે એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે. ન્યુનત્તમ ભાડું (મીટર ડાઉનિંગ કોસ્ટ) હાલમાં રૂપિયા 15 છે, તેને વધારીને ન્યુનત્તમ ભાડું રૂપિયા 18 કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેજ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા 10 છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા 13 કરવાનું નક્કી કરાયુ છે. આ ઉપરાંત વેઇટિંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા 1 છે, તેને વધારીને એક મિનિટના રૂપિયા 1 કરવામાં આવેલ છે. આ ભાવ વધારો 5 નવેમ્બરથી લાગૂ પડશે.

સીએનજી ગેસના ભાવ વધતા ભાડા વધારાની હતી માંગ
નોંધનીય છે કે, અગાઉ 31 સપ્ટેમ્બરે સીએનજી ગેસના ભાવમાં ઘટાડાની માંગ સાથે અમદાવાદ સહિત રાજ્યના ઓટો રિક્ષા ડ્રાઈવરના સંગઠનોના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરોક્ત બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જવાબ નહીં મળતાં અસંતોષ અને આક્રોશની લાગણી વ્યક્ત કરતા નાછૂટકે 15 અને 16 નવેમ્બરના રોજ 36 કલાકની અમદાવાદ સહિત રાજ્યમાં ઓટો રીક્ષા ચાલકોની હડતાળનું એલાન કર્યું હતું.

કેબની જેમ રિક્ષાભાડું નક્કી નહીં થઈ શકે
રાજ્ય સરકાર સમક્ષ રિક્ષાચાલકોએ કેબ અને ખાનગી વાહન ચાલકોને તેમનું ભાડું નક્કી કરવાની સત્તા છે તેમ રિક્ષા ચાલકોને પણ તેમનું ભાડું નક્કી કરવાની સત્તા આપો તેવી માગણી કરી હતી. રાજ્ય સરકારે આ માગણીને સ્વીકારી ન હતી.