તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેન્ડિંગમાં દરખાસ્ત:વર્લ્ડ બેન્કની લોનથી શહેરમાં ડ્રેનેજ અને સુએજ લાઈન નાખવા આખરે ભાજપ સત્તાધીશોએ કન્સલ્ટન્ટ માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મૂકી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજકીય રમત બાદ ત્રીજીવાર રિ-ટેન્ડર કરી QCBC પદ્ધતિથી ઈવેલ્યુશન કરવામાં આવ્યું

અમદાવાદ શહેરમાં માઈક્રો ટનલિંગ પદ્ધતિથી સુએજ તેમજ ડ્રેનેજ લાઈન નાખવા, ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ તેમજ શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે વર્લ્ડ બેંકે રૂ 3000 કરોડની લોન આપવા તૈયારી દર્શાવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ કન્સલટન્ટની નિમણૂંક માટે ટેન્ડરની દરખાસ્ત પરત મોકલી બે વખત રિટેન્ડર કરતા વર્લ્ડ બેંકે નવેમ્બર 2021ની ડેડલાઈન આપતાં ભાજપના શાસકોએ ત્રીજીવાર રિટેન્ડર કરી અને QCBC પદ્ધતિથી ઈવેલ્યુશન કરી અને Haskoning DHV Consulting Pvt Ltdએ વધુ માર્ક્સ મેળવતા Haskoning DHV Consulting Pvt Ltdને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી અને ટેન્ડર ભાવ મુજબ 0.45 ટકા ફી ચુકવવાની દરખાસ્ત આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે.

કન્સલન્ટ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરાયા
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોમના ડેવલપમેન્ટ તૈયાર કરવા માટે કન્સલન્ટો પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેની દરખાસ્ત બે- બે વખત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. પરંતુ રાજકીય કે કોઈ અન્ય દબાણવશ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી. જેના કારણે વર્લ્ડ બેંકની લોન સામે પ્રશ્નાર્થ લાગી ગયા હતા. વર્લ્ડ બેંકના અધિકારીઓ અને મ્યુનિ. હોદ્દેદારો- અધિકારીઓ વચ્ચે લોન અંગે ઓનલાઈન ચર્ચા થઈ હતી. જેમાં વર્લ્ડ બેંક દ્વારા નવેમ્બર અંત સુધીમાં વર્ક ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવા કોર્પોરેશનને તાકીદ કરવામાં આવી હતી. જો નવેમ્બર બાદ વિલંબ થશે તો રૂ.3 હજાર કરોડની લોન અન્ય રાજ્ય આપવાની પણ ચીમકી આપી હતી.

કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં વિલંબની શક્યતા
કન્સલટન્ટની નિમણૂક કરવા માટે ફરીથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા હતાં. જેમાં QCBC પદ્ધતિથી ઈવેલ્યુશન કરી અને Haskoning DHV Consulting Pvt Ltdએ વધુ માર્ક્સ મેળવતા Haskoning DHV Consulting Pvt Ltdને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી અને ટેન્ડર ભાવ મુજબ 0.45 ટકા ફી આપવા માટે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાઈ છે. ચાલુ મહિનામાં કન્સલન્ટની નિમણૂક કરવામાં આવે તો પણ નવનિયુક્ત કન્સલન્ટને ડિઝાઈન અને ટેન્ડર પ્રક્રિયા કરવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય થઈ શકે છે. આ સંજોગોમાં નવેમ્બર અંત સુધીમાં કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં વિલંબ થાય તેવી શક્યતા જોવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...