તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદની યુવતી શહેરમાં વકીલાત કરે છે તેને સોશિયલ મીડિયા સાઈટ પર એક રિક્વેસ્ટ આવી અને યુવાને પોતે ઓસ્ટ્રેલિયાનો હોવાની વાત કહી. પરંતુ યુવતીને રિક્વેસ્ટ મોકલારના યુવાન નહીં પણ તેનાથી 12 વર્ષ મોટો એક યુવતીનો પિતા નીકળ્યો હતો. યુવતીને આ વાતની જાણ થતાં તેણે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી આધેડે યુવતીના ફોટો અને નંબર વાયરલ કરીને તે ચારિત્ર્ય હીન હોવાની વાત ફેલાવી હતી. હાલ આ સમગ્ર મામલે કારંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વકીલાતની પ્રેક્ટિસ કરતી યુવતીની આધેડ સાથે મિત્રતા થઈ હતી
શહેરના કોટ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી વકીલાતની પ્રેક્ટિસ કરે છે. થોડા સમય પહેલા આ યુવતીને સોશિયલ સાઈટ ફેસબુક દ્વારા આમેજ લોખંડવાલા નામના વ્યક્તિનો પરિચય થયો હતો. જેથી આ યુવતી અને આમેજ બંને અવારનવાર વાતચીત કરતા હતા અને ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. યુવતી આ વ્યક્તિથી અપરિચિત હોવાથી આમેજે મહિલાને પોતે એન.આર.આઈ હોવાનું જણાવી પોતે અપરણિત છે તેમ કહ્યું હતું અને તેની ઉંમર 34 વર્ષની જણાવી હતી. યુવતીને પણ પોતાનું ભવિષ્ય સેટલમેન્ટ કરવાનો વિચાર આવતા આ વ્યક્તિ સાથે તેણે ગાઢ મિત્રતા કેળવી હતી. બાદમાં આ વ્યક્તિએ તેના જન્મનું પ્રમાણપત્રની એક નકલ આ યુવતીને વોટ્સએપ પર મોકલી હતી. જેમાં તેની ઉંમર 34 વર્ષની હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલાએ પણ લગ્ન માટે તૈયારી બતાવી હતી.
પત્ની માની લીધી હોવાનું કહીને યુવતીને રોકડ પણ આપી
આમેજ મહિલાને અવારનવાર લગ્ન કરી સારી રીતે રાખશે અને સપોર્ટ કરશે તેમ જણાવતો હતો અને થોડા સમયમાં જ લગ્ન કરી લેશે તેમ જણાવી હું તને પત્ની તરીકે માની ચુકેલો છું તેમ કહી યુવતીને વિશ્વાસમાં લીધી હતી. એટલું જ નહીં આ વ્યક્તિએ યુવતી સાથે બાંધેલા સંબંધોમાં ગંભીરતા બતાવવા માટે તેના ભાઈને બુટ પણ મોકલી આપ્યા હતા અને યુવતીને ચારથી પાંચ વખત થોડા થોડા કરી 30 હજાર જેટલા રૂપિયા પણ મોકલી આપ્યા હતા. જેથી યુવતીને આ વ્યક્તિ ઉપર વધુ ભરોસો થયો હતો અને તે વારંવાર નિકાહ કરવા જણાવતો હતો. પરંતુ યુવતી ના પાડતી હતી અને માતા પિતાની સંમતિ મેળવી કાયદેસર નિકાહ કરશે તેમ જણાવ્યું હતું.
યુવતીને આધેડની પત્નીનો વોટ્સએપ મેસેજ આવ્યો
એક દિવસ આ યુવતીના મોબાઇલ ફોન પર વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં મેસેજ કરનાર વ્યક્તિએ પોતે આમેજની પત્ની હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલાએ જણાવ્યું હતું કે, આમેજ પોતે અપરણિત હોવાનું જણાવી પોતાની ઉંમર 34 વર્ષ હોવાનું કહે છે. જેથી મેસેજ કરનાર મહિલાએ જણાવ્યું કે, આમેજ સાથે તેને 18 વર્ષ પહેલા લગ્ન થયા છે અને તેઓને 17 વર્ષની દીકરી પણ છે અને આમેજની ઉંમર 48 વર્ષ છે. જેથી મહિલાએ આ આમેજને જણાવ્યું કે, એક સ્ત્રીનો તેની પર મેસેજ આવ્યો હતો અને તેની પત્ની હોવાની વાત કરી હતી. જેથી તેણે તેની પત્ની સાથેના ફોટો સાથે ચેડાં કરી ફોટા મોકલ્યા હતા અને સાથે સાથે પાસપોર્ટ તથા જન્મનું પ્રમાણપત્ર પણ ચેડાં કરીને મોકલ્યું હતું.
ફોન કરનારી મહિલાએ આમેજ પાસે જ તેની પત્ની હોવાની કબૂલાત કરાવી
ફોન કરી યુવતીને જણાવ્યું હતું કે, મેસેજ કરનાર તેની પત્ની નથી પરંતુ તે તેના ભાઈની પત્ની છે અને તે મારી ભાભી થાય છે. જેથી યુવતીએ આ વ્યક્તિ ઉપર ભરોસો કર્યો હતો. જેથી મેસેજ કરનાર મહિલાએ આ આમેજની સાથે કબુલાત કરાવી હતી કે તે તેની પત્ની છે. જેથી હકીકત જાણ્યા બાદ મહિલાએ આ વ્યક્તિ સાથે બોલવાનું બંધ કર્યું હતું. જેથી આમેજ નામના વ્યક્તિએ યુવતીને ધમકી આપી કે તેને જે 30,000 ગિફ્ટ તરીકે આપ્યા હતા તે 20 ટકા લેખે એક કલાકમાં ચૂકવી દે.
એક મેરેજ બ્યૂરોમાં પણ અપરણિત હોવાની આધેડે જાહેરાત આપી
યુવતીએ સાયબરમાં ફરિયાદ કરવાનું જણાવતા આ આમેજે દસ વર્ષથી સાયબર સ્પેશિયાલિસ્ટ છું મારું કોઈ ઉખાડી શકશે નહીં તેમ કહી યુવતીને અવારનવાર બીભત્સ ફોટા તેમજ ગંદી કોમેન્ટો કરી પરેશાન કરી હતી. આમેજ નામના વ્યક્તિએ આ યુવતીને ધંધાવાળી સ્ત્રી કહી રૂપિયાનો તોડ કરનારી સ્ત્રી હોવાનો આક્ષેપ કરી તેની પ્રતિષ્ઠાને હાનિ પણ પહોંચાડી હતી. આમેજ નામનો વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર ફોટા શેર કરી મહિલાના નામે ગંદી કોમેન્ટો પણ કરતો હતો. એટલું જ નહી આ વ્યક્તિએ એક મેરેજ બ્યૂરો માં પણ પોતે અપરણિત અને ૩૩ વર્ષનો હોવાનું જણાવી લગ્ન માટે જાહેરાત આપી હતી અને મહિલાને એસિડ નખાવી જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપતા કારંજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.