તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓડિશન:‘ગ્લેમ એન્ડ એલિગન્સ’ ટાઇટલ સાથેની ફેશન ઇવેન્ટનું અમદાવાદમાં ઓડિશન યોજાયું, 5 વર્ષથી લઈ 40 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો

અમદાવાદ2 મહિનો પહેલા
ડાબેથી એરિના ખાન અને કિરણ પંજવાણી - Divya Bhaskar
ડાબેથી એરિના ખાન અને કિરણ પંજવાણી

કોરોના મહામારીના કારણે મોડલિંગ અને ફેશનની દુનિયામાં ઓછી ઇવેન્ટ યોજાઈ છે ત્યારે અમદાવાદની KP2 પ્રોડક્શન્સ દ્વારા FNX India અને દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ ફિલ્મ્સના સહયોગથી એક નેશનલ કક્ષાની ફેશન ઇવેન્ટ ‘ગ્લેમ એન્ડ એલિગન્સ’ 2021નું આયોજન આગામી ફેબ્રુઆરીમાં આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટના ઓર્ગેનાઇઝર કિરણ પંજવાણીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નેશનલ લેવલની ઇવેન્ટને લઈ આજે અમદાવાદ ખાતે ગુજરાતનું એક ઓડિશન રાખવામાં આવ્યું હતું જેમાં 300થી વધારે ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા છે. જેમાં 5 વર્ષથી માંડી ને 40 વર્ષ સુધીના લોકો કે જેઓ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માંગે છે અને કોઈ સારી ઇવેન્ટની રાહ જોઈ રહ્યા હતા તેવા લોકો માટે એક સારી તક અને પ્લેટફોર્મ પૂરું પાડવાની આશા સાથે આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓડિશનમાં હાજર રહેલા મોડલ અને ફેશન દુનિયા સાથે સંકળાયેલા લોકો
ઓડિશનમાં હાજર રહેલા મોડલ અને ફેશન દુનિયા સાથે સંકળાયેલા લોકો

બોલિવૂડ એક્ટ્રેસ કૈનત અરોરા માર્ગદર્શન આપશે
કિરણ પંજવાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના સમય બાદ આ એક મોટી ઇવેન્ટ છે જે ગોવામાં યોજાશે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ગોવા ખાતે 3 દિવસની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવશે અને આ ઇવેન્ટ માં બૉલીવુડના જાણીતા ફેશન સ્ટાઈલિસ્ટ અને ફેશન આઇકોન કૈનત અરોરા અને સીમરન આહુજા ખાસ ઉપસ્થિત રહી ને સ્પર્ધકોને ગાઈડન્સ આપશે અને આ ટાઇટલ ગ્લેમ એન્ડ એલિગન્સ 2021 નું સિલેક્શન કરવામાં આવશે.નેશનલ ઇવેન્ટ બાદ કોરોનાની પરિસ્થિતિ જોઈ મે 2021માં ઈન્ટરનેશનલ ઇવેન્ટ યોજવાનું આયોજન છે.

કલાકારો અને ફેશન આઇકોન જજ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા આ ઇવેન્ટના આજના ઓડિશનમાં અમદાવાદના જાણીતા કલાકારો અને ફેશન આઇકોન જજ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ ઇવેન્ટના મુખ્ય આયોજક KP2 પ્રોડક્શનસ ના કિરણ પંજવાણી, FNX Indiaના અને જાણીતા બૉલિવૂડ એક્ટર ડાયરેકટર અશોક રબારી, ફેશન આઇકોન સિદ્ધાર્થ ઝીંઝુવાડિયા, વિશ્વરાજ ગઢવી VV, શાયના સુનસારા અને ધરમ સાવલાની ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટની મેનેજમેન્ટ ટીમમાં ગુજરાતના જાણીતા ફેશન ફોટોગ્રાફર અને હાલમાં જ મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ મેળવનાર બ્લેસ્મોન સેમ્યુઅલ દ્વારા આ પુરી ઇવેન્ટની ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે અને જેઓ આ ઇવેન્ટમાં ફોટોગ્રાફી, ગ્રૂમિંગ અને ફેશન સ્ટાઇલ શીખવાડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો