નિયમ:રિડેવલપમેન્ટમાં જતી સોસાયટી માટે ઓડિટ કરાવવું મરજિયાત, ઓડિટ ફરજિયાત ન હોવાના નિયમની મોટાભાગનાને જાણ નથી

અમદાવાદ​​​​​​​2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઇ પણ જૂની સોસાયટી રિડેવલપમેન્ટમાં તબદીલ થતી હોય ત્યારે સોસાયટીનું ઓડિટ કરાવવું ફરજિયાત નથી. આવી સોસાયટીનું ઓડિટ કરાવવાનો સરકારમાં કોઇ નિયમ અમલી કરાયો નથી. આમ છતાં સોસાયટીના હોદ્દેદારો પારદર્શીતા જળવાય તે માટે ઓડિટ માટે અરજી કરે તો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી કોઇ ધ્યાન આપતી નહીં હોવાનો કેટલીક સોસાયટીઓના હોદ્દેદારોએ રોષ વ્યક્ત કર્યો હતો.

સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રોસેસ પૂરી થયા બાદ ફલેટનું ડિમોલેશન થાય તે પહેલા ઓડિટ કરાવવું ફરજિયાત છેકે, નહીં? તેની મોટાભાગની સોસાયટીઓના હોદ્દેદારોને ખબર જ નથી. સોસાયટીના ચેરમેન-સેક્રેટરીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ઓડિટરો નહીં હોવાથી અરજી પડી રહે છે. અમારી સોસાયટીનું ડિમોલેશન થયું છે. આમ છતાં ઓડિટર ફાળવવામાં આવ્યા નથી.

સભ્યો સંમત હોય તો અરજી કરી શકાય
રિડેવલપમેન્ટમાં જતી સોસાયટીમાં લાંબા સમયથી ઓડિટની પ્રક્રિયા બાકી હોય તો જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો અભિપ્રાય લેવો જોઇએ. પરંતુ એકાદ-બે વર્ષનું ઓડિટ બાકી હોય અને સોસાયટીના તમામ હોદ્દેદારોની સમંતિ હોય તો જિલ્લા રજિસ્ટ્રારમાં ઓડિટ માટે અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...